________________
૧૭૮
ભારતધમ
કરત? ત્યારે તે આપણે તેને વિલાયતી ઢંગની ન બનાવતાં દેશી પદ્ધતિને મેળેા ભરત. ત્યાં ગાન અને આત્મદપ્રમાદ કરતા દૂરદૂરાન્તરથી દેશના લેાક એકત્ર થાત; ત્યાં વેપારની અને ખેતીની દેશી વસ્તુઓનુ’ પ્રદર્શન થાત; ત્યાં ભલા ભલા કથાકારો, કીર્તનકારો લાભ આપત અને પામત. ત્યાં જાદુઈ ફાનસ વગેરેની સહાયતાથી લેાકસમાજને સ્વાસ્થ્ય વગેરેના ઉપદેશ સ્પષ્ટ રીતે આપી શકાત અને આપણે જે કઇ કહેવાનું હોય, જે ક'ઈ સુખદુ:ખની વાતા હાય તે તે ભલેભૂ 3 એકડા મળી આપણી સરળ દેશી ભાષામાં કરી શકત.
આપણા દેશ માટે ભાગે ગામડાંમાં વસ્યા છે, એ ગામડાંને જ્યારે જ્યારે પેાતાની નાડીઓમાં મહારના લાહીના અનુભવ કરવાનું મન થઈ આવે, ત્યારે મેળા એ એના મુખ્ય ઉપાય છે. એ મેળાજ આપણા દેશમાં મહારનુ ઘેર લાવવાનુ મુખ્ય સાધન છે. એ ઉત્સવમાં ગામડાં પેાતાનો ત્રુટીએ ભૂલી જાય. અને પેાતાનું હૃદય ખેલી દાન કરવાનું અને ગ્રહણ કરવાનું' એ મુખ્ય સ્થાન છે. જેમ આકાશના જળથી જળાશય ભરવાના સમય વર્ષાઋતુ છે, તેમજ વિશ્વને ભાવે ગામડાનું હૃદય ભરી દેવાના ચાગ્ય અવસર મળે છે.
એવા મેળા આપણા દેશમાં અત્યંત સ્વાભાવિક છે. સભાના હેતુથી લેાકને ખેલાવાતા શકાશીલ થઈને એ આવશે, એમનાં મન ખુલતાં બહુ વાર લાગશે; પણ મેળામાં લેાક એકઠા થાય એ તે મન ખોલીનેજ આવે. આથી મેળામાંજ લેાકનાં મન મેળવવાના પ્રસગ મળે. ગામમાં પાકી પાડી . કામધંધા બંધ થાય ત્યારેજ તેમની પાસે બેસવાના પ્રસ`ગ મળે.
આપણા દેશમાં એવા જિલ્લા નથી કે જ્યાં જુદું જીદે સ્થળે વર્ષમાં જુદે જુદે પર્વે મેળેા ન ભરાતા હાય. પ્રથમ એવા મેળાની તાલિકા અને વિવરણના સંગ્રહ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com