________________
૧૫૪
ભારતધર્મ
એ આખાય ઢંકાઈ જાય; કારણકે એ તે ઘરની અંદર નથી, ઘરની બહાર રસ્તાની ધારે ઉભે છે એટલા માટે પરદેશીને લખેલે ઇતિહાસ તે ધૂળને ઇતિહાસ-એમાંથી મળે આપણને વળીઆની વાતે, ઘરની અંદરની વાતે એમાંથી મળી શકે નહિ. એ ઇતિહાસ વાંચીએ ત્યારે એમ થાય કે જાણે ત્યારે ભારતવર્ષ હતું નહિ, પણ માત્ર મેગલે, પઠાણે પવ નમાં ઘેરાઈને સૂકાં પાંદડાંના વાવટા ઉડાવતા ઉત્તરથી દક્ષિણમાં ને પશ્ચિમથી પૂર્વમાં ચકાવે ચઢયા હતા.
પણ જ્યારે વિદેશ હતું, ત્યારે દેશ તે હતે; નહિ તે એ બધા વળીઆની વચ્ચે કબીર, નાનક, ચિંતન્ય, તુકારામ વગેરેને કેણે જન્મ આપે ? તે વખતે માત્ર દિલ્હી ને આગ્રા હતાં એમ નથી; કાશી અને નવદ્વીપ (નદિયા) પણ હતાં. ત્યારે સાચેસાચ ભારતવર્ષમાં જે જીવનપ્રવાહ વહેતે, જે ચેષ્ટના તરંગ ઉઠતા, જે સામાજિક ફેરકારે થતા તેની કશી ખબરે આ ઇતિહાસમાંથી મળી શકે એમ નથી.
નિશાળમાં ચાલતી ઈતિહાસની ચેપડીઓ અને બહારના એ ભારતવર્ષ સાથે જ આપણે તે સાચો જોગ છે. એ જોગનું બહુ કાળનું ઐતિહાસિક સૂત્ર ખોવાઈ જાય તે આપણું હૃદય ગભરાય. આપણે કંઈ ભારતવર્ષના માગી આણેલા દીકરા નથી. બહુ સદીઓથી આપણાં જટાજૂટ મૂળી ભારતવર્ષના મર્મમાં પેસતાં આવ્યાં છે, પણ આજ વાત આપણાં બાળક ભૂલી જાય એ ઇતિહાસ કમનસીબે એમને ભણ પડે છે, જાણે કે ભારતવર્ષમાં આપણે તે કંઈજ નથી, જે છે તે સૌ જાણે એ નવા પેઠેલાજ.
આપણા દેશ સાથેને આપણે સંબંધ એટલે નાને કરી નાખીએ તે આપણે પ્રાણ કરવાને ક્યાં ? એવી દશામાં તે સ્વદેશને આસને વિદેશને બેસાડતાં આપણને શંકા થાય ના, ભારતવર્ષના અગરવથી આપણને લાજ આવે ના. આ પણે સહેજ બેલી નાખીએ કે, પૂર્વે આપણું કશું જ હતું નહિ, અને આજે આપણે વેશપાશાક, આચારવ્યવહાર બધું પરદેશની નિશાળમાંથી આપણે શીખી લેવું જોઈશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com