________________
૧૫૮
ભારતધર્મ
જ્ઞાનની અંદર, આપણા સ્નેહની અંદર, આપણું કલ્પનાની અંદર અનેક ગુપ્ત માર્ગે નાના પ્રકારે નાના આકારે ઉતરે. એ પિતાની વિચિત્ર શક્તિ વડે આપણને ગુપ્ત ભાવે ઘડે. આપણું પ્રાચીન સાથે આપણું અર્વાચીનને વિચ્છેદ થવા દે નહિ-એની કૃપાએ જ આપણે મોટા, આપણે અખંડ. એ વિચિત્ર ઉદ્યોગપરાયણ ગુપ્ત પુરાતન શકિત સંશયી જિજ્ઞાસુની પાસે બે ચાર વાતમાં શી રીતે સાબીત કરી શકીએ?
પણ ભારતવર્ષની મુખ્ય સાર્થકતા શેમાં છે, એવું જે કઈ પૂછે તે તેને તે ઉત્તર છે. ભારતવર્ષને ઇતિહાસ એ ઉત્તર આપી શકે એમ છે. ભારતવર્ષ પુરાતન કાળથી માત્ર એક જ સાધના સાધતું આવ્યું છે. અનેકતામાં એક્તા થાપવી, જુદા જુદા માર્ગોને એક લક્ષ્ય તરફ વાળવા અને બહુમાં એકને નિઃસંશયપણે અંતરતરરૂપે અનુભવ કરબહાર જે સી અનેકતા અને વિરુદ્ધતા દેખાય છે, તેને નાશ ન કરતાં એની નીચે–અંદર રહેલા ગુપ્ત જોગને સાધ.
એ એકને પ્રત્યક્ષ કર ને તેને ઉંડે સુધી વિસ્તાર એજ ભારતવર્ષને સ્વભાવ છે. એના એ સ્વભાવને કારણે જ એ રાજગૌરવ પ્રત્યે બેદરકાર રહ્યો છે, કારણ કે રાજગૌરવના મૂળમાં તે વિરોધ રહે છે. જેઓ પારકાને સાચી રીતે પારકો માની શકે નહિ–ઉડા અંતરમાંથી માની શકે નહિ, તેઓ રાજગૌરવને જીવનને અંતિમ હેતુ માની શકે નહિ. પારકાને દબાવીને તેની જગાએ પિતે એંટી જવાને ઉદ્યમ એજ પિલીટીકસને પાયે, અને પારકાની સાથે પિતાને સ્નેહસંબંધ જોડવાને એજ ધર્મનીતિને અને સામાજિક ઉન્નતિને પા. યુરોપિયન સભ્યતાએ જે એકતાનું શરણું લીધું છે, એ એકતાજ વિરોધજનક છે. ભારત સભ્યતાએ જે એકતાનું શરણું લીધું છે, તેથી જોગ સધાય છે. યુરોપિયન રાજકીય એકતાની અંદર જે વિરોધની ફાચર બેઠેલી છે, તેને બીજાની સામે ધરી તે શકાય, પરંતુ પિતાનામાં પણ સાચી એકતા થવા દે નહિ, તેથીજ-એ ફાચરને બળેજ-ત્યાં માણસ માણસમાં, રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com