________________
ભારતધર્મ
એ એકતાવિસ્તાર અને સમ ધમ ધન કેવળ સમાજવ્યવસ્થામાં જ નહિ, પણ ધર્મનીતિમાંય જોઇએ છીએ. ગીતામાં જ્ઞાન, પ્રેમ અને કર્મની મધ્યે જે સંપૂર્ણ જોગ સ્થાપવાના પ્રયત્ન જોઈએ છીએ, તેમાં ભારતવર્ષની જ વિશેષતા છે. યુરોપમાં ‘રીલીજિયન’ નામે જે શબ્દ છે, તેના અર્થના શબ્દ ભારતવર્ષની ભાષામાં હાઇ શકે નહિ; કારણ કે ભારતવર્ષના ધર્મમાં માનસિક વિચ્છેદને સ્થાન નથી. આપણી બુદ્ધિ, શ્રદ્ધા, આચાર, આપણા આ લેક અને પરલેાક સૌને સાથે માંધીને જ આપણા ધમ ઉદ્ભવ્યે છે. ભારતવષ તેના વિભાગ કરીને એકને પદિવસે પહેરવાના ને બીજાને પહેરી ફાડવાના પૈાશાક બનાવતા નથી. હાથનું જીવન, પગનું જીવન, માથાનું જીવન, પેટનુ' જીવન જેમ અલાયદું નહિ, તેમવિશ્વાસના ધમ, આચરણના ધમ, રિવવારના દેવળને ધમ, બાકીના છ દિવસના ધમ અને ઘરના ધમ, એમ ભારતવર્ષે ધર્મીના જુદા જુદા ભાગ કરી રાખ્યા નથી. ભારતવર્ષના ધમ તે સમસ્ત સમાજના ધર્મ, તેનું મૂળ માટીમાં ને માથુ આકાશમાં. તેના મૂળને ને માથાને છૂટુ' રાખીને ભારતવષ જુએ નહિ. ધમને ભારતભૂલેક-આકાશલેાકન્યાપી, માનવના સમસ્ત જીવનવ્યાપી એક મહાવૃક્ષ સમાન માને.
વ
૧૬૨
પૃથ્વીના સભ્ય સમાજ સામે ભારતવષ જુદાને એક કરવાના આદશ મૂકે છે, એ એના ઇતિહાસથી સિદ્ધ થઈ શકશે. એકને વિશ્વ મધ્યે અને નિજને આત્મા મધ્યે અનુ ભવી એ એકને અનેકમાં સ્થાપી, જ્ઞાન દ્વારા પ્રકટ કરી, ક દ્વારા સ્થાપન કરી, પ્રેમદ્વારા પ્રાપ્ત કરી, જીવનદ્વારા પ્રચાર કરી અનેક વાંધા વિપત્તિ-દુર્ગતિ-સુગતિ વચ્ચે થઇને ભારતવર્ષે પેાતાના માગ કર્યા છે. ઇતિહાસમાં થઇને જ્યારે ભારતના એ નિત્યના ભાવના અનુભવ કરીશું, ત્યારેજ આપણા અર્વાચીન સાથેના પ્રાચીનના વિચ્છેદ્ય ટળી જશે.
(૧૯૦૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com