________________
દો
.
१२-भारतवर्षनो इतिहास
ભારતવર્ષને જે ઇતિહાસ આપણે વાંચીએ છીએ ને ગેખીને પરીક્ષા આપીએ છીએ, એ તે માત્ર ભારતવર્ષની અંધારી રાતના ભુંડા સ્વપ્નની એક કથા. કયાંકથી કઈક આવી પડ્યા, કાપાકાપી મારામારી થઈ પડી, બાપદીકરામાં ભાઈભાઈમાં સિંહાસન લેવા તાણાતાણ ચાલી; એક દળ બેસી જાય તે વળી ક્યાંકથી બીજું એક દળ આવી ખડું થઈ જાય; પઠાણ, મેગલ, પિગીઝ, ફ્રેંચ, અંગ્રેજ વગેરેએ મળીને સ્વમને વધારે ને વધારે ગુચવી નાખ્યું.
પણ હીરંગે રંગાયેલા એ સ્વપડદાની અંદર ભારતવર્ષને વીંટીને તેના ઉપર નજર નાખીએ તે સાચા ભારતવર્ષને જોઈ શકાય નહિ. ભારતવર્ષ કયાં ? એ પ્રશ્નનો કેઈ ઉત્તર આ ઈતિહાસ આપી શકે એમ નથી. જાણે અહીં કે ભારતવાસી જ નથી-કેવળ જેમણે મારામારી કરી છે, કાપાકાપી કરી છે તે જ અહીં છે.
પણ તે સમયના ભૂંડા દિવસમાં પણ મારામારી ને કાપાકાપીજ મુખ્ય વ્યાપાર હતું એવું તે ન હતું. વળીઅને દિવસે વટેળીઓ જ સાથી મેટે, એવું તે એના સખ્ત સપાટા ખાતે છતે પણ કબૂલ કરી લેવાય નહિ તે દિવસે પણ ધૂળથી ઘેરાયલા આકાશ નીચે ગામડાંમાં ઘેરઘેર જન્મમરણને સુખદુઃખને જે પ્રવાહ સતત ચાલ્યા જાય છે, તે એ ધૂળે ઢંકાયેલું રહે, તે પણ માણસને મન તે વળીઆ કરતાં મેટો. પણ પરદેશી મુસાફરને તે વંટેળીઓ જ મેટો દેખાય. ધૂળથી એની આંખે પુરાઈ જાય એટલું જ નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com