________________
૧૪૪
ભારતધર્મ જાય ત્યારે વગરબધે ચાલ્યા જાય.
આ એકાન્તવાસનું મહત્વ જે સમજી શકે નહિ તે ભારતવર્ષને પણ સમજી શકે નહિ. અનેક સદીઓથી પ્રબળ વિદેશી, ગાંડા સુવરની પેઠે ભારતવર્ષને એક છેડેથી બીજા છેડા સુધી પિતાના દાંતથી ચીરતે ફર્યો છે, તે પણ ભારતવર્ષ પિતાના એકાન્તવાસને બળે અખંડ રહ્યો છે, કેઈ તેનું મર્મસ્થાન ચીરી શક્યું નથી. યુદ્ધવિરોધ ન કરવા છતાંય ભારતવર્ષ પિતાને પિતાની અંદર સહજે
સ્વતંત્ર રાખી શકો છે-એટલા માટે હથિયારબંધ પહેરેગીર રાખવાનું એને પ્રજન હતું નહિ. કર્ણ જેમ સ્વાભાવિક કવચ લઈને જ હતું, તેમ ભારતવર્ષ પિતાનાં સ્વાભાવિક કવચથી રક્ષા પામે છે. સર્વ પ્રકારના વિરોધ–વિપ્લવની વચ્ચે પણ તેની અટલ શાન્તિ તેની સાથે સાથે અચળ સ્વરૂપે સદાય રહે, તેથી તે ભાગી પડતું નથી, તેને નાશ થઈ જતું નથી, કેઈ એને ગળી શકતું નથી–ઉન્મત્ત ભીડમાં પણ એ એકલે બિરાજે છે.
યુરેપ ભેગ ભેગવે એકલે, પણ કામ કરે ટોળે મળીને. ભારતવર્ષને આચાર એથી વિપરીત જ છે; એ ભેગ કરે ભાગ વહેંચીને, કર્મ કરે એકલે. યુરોપની ધનસંપ અને આરામસુખ એકલાનું, પણ તેનું દાનધ્યાન, ફૂલ-કેલેજ, ધર્મચર્ચા, વણજવેપાર એ સૌ દળ બાંધીને થાય. આપણી સુખસંપત્તિ એકલાની નહિ, આપણું દાન ધ્યાન, આપણું અધ્યાપન, આપણું કર્તવ્ય એકલાનું.
આ ભાવને જાણી જોઈને નાશ કરવાને કરેલી પ્રતિજ્ઞા નકામી છે; એવી પ્રતિજ્ઞાથી કશું ફળ થયું નથી, થશે પણ નહિ. એટલે સુધી કે વેપારવણજની વિશાળ થાપણું એક જગાએ જમાવી દઈ તેના વણછામાં નાના નાના ઉ
ગેને જોર કરી નિષ્ફળ કરી નાખવા એને પણ હું ઠીક માનતા નથીભારતવર્ષનું વણાટ માર્યું ગયું છે તે એક થવાની જોગવાઈને અભાવે નહિ, પણ તેનાં જંત્રની ઉન્નતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com