________________
૧૫૦
ભારતધર્મ
આપણું રત્નને ઠીંકરામાં મૂકીને ઉકરડે ફેંકી દેવું પાલવે નહિ.
જે સંતેષમાં મરણ છે એમ માનીએ તે અંતિલાલ સામાં મરણ નથી એમ કોણ કહેશે? સંતેષ જડ થઈ ગયાથી કામ ઢીલું પડી જાય એ વાત સાચી હોય તે અતિલાલસાને મદ વધવાથી અનેક નકામાં નકામાં અને ભયંકર કામ વધી જાય એની કેનાથી ના પડાશે? પહેલા રેગથી જે મતે મરાય, તે બીજા રોગથી કમોતે મરવું પડે. યાદ રાખજે કે, એ બની માત્રા વધી ગયે વિનાશ જ થાય.
ત્યારે હવે વધારે વિવેચન કર્યા વિના એટલું માની લેવું જ જોઈશે કે, સંતોષ, સંયમ, શાન્તિ, ક્ષમા–એ સો ઊંચી સભ્યતાનાં અંગ છે. એથી પરસ્પર ચકમક ઝરે નહિ, ઠોકાઠોકી થાય નહિ; તણખા પણ ખરે નહિ અને હીરા જેવો શુદ્ધ સુંદર પ્રકાશ નીકળે. એ સુંદર પ્રકાશ કરતાં એ તણખાની કિંમત જે લેક વધારે આંકે તે માત્ર અનાર્ય, તાનું–બર્બરતાનું લક્ષણ છે. ગમે તે યુરોપિયન સભ્યતાની નિશાળમાં એ બર્બરતા શીખવાય તે પણ એ તે બર્બરતા.
આપણી પ્રકૃતિના અચલ સ્થાનમાં બેઠેલા ભારતવર્ષને આજે નવા વર્ષને દિને હું નમસ્કાર કરું છું. જેઉં છું કે ફળલુપ કર્મના ભયંકર ધક્કામાંથી છુટું રહી તે શાન્તિના ધ્યાનાસનમાં બેઠું છે. અનેક જન પથ્થરની ઘંટીમાંથી છટું રહી પિતાને એકાન્તવાસમાં આવી બેઠું છે, સ્પર્ધાના કઠણ ઘસારામાંથી અને ઈર્ષાની મેશમાંથી છુટું રહીને પિતાની અવિચળ મર્યાદામાં વિંટાઈ બેઠું છે. આ જ કર્મની વાસનામાંથી, માનવસંઘના પ્રહારમાંથી અને વિજયના મદમાંથી મુક્તિ. એ મુક્તિએ જ ભારતવર્ષને બ્રહ્મને માર્ગે ભયહીન, શેકહીન, મૃત્યુહીન પરમ મુક્તિને માર્ગે ચઢાવ્યું છે. યુરોપ જેને “કીડમ” કહે છે એ મુકિત આપણી આ મુક્તિ આગળ હીણી પડી જાય છે. એ કડમ ચંચળ, દુર્બળ, ભીરુએ અભિમાની, નિર્દય-એ બીજાની સામે આંધળું. એ ધર્મને પણ પિતાની બરોબરીમાં ગણે નહિ. સત્યને પણ
યહીન, શેકહી શકાએ જ ભારતના વિજયના મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com