________________
નવું વર્ષ
૧૪૭
પ્રદેશમાં, પિતાના ગામમાં, પિતાના મહેલામાં, શાન્ત ચિત્ત, ધીરજ રાખીને, સંતેષ રાખીને પુણ્યકર્મ મંગળકર્મ સાધવાને આરંભ કરી દઈએ. આડંબરના અભાવથી ક્ષે ન પામતાં, ઓછી સામગ્રીથી ન ગભરાતાં, દેશી ભાવથી ન લજવાતાં આપણું ઝુંપડીમાં રહીને, ભેંય ઉપર બેસીને, અંગવસ્ત્ર ઓઢીને આપણા કામમાં લાગી જઈએ, ધર્મની સાથે કમને, કર્મની સાથે શાન્તિને જોડી રાખીએ; વિદેશીએ શાબાશીની તાળીઓ પાડે એટલા માટે ચાતકની પેઠે એમના હાથ તરફ તાકી ન રહીએ; તે ભારતવર્ષના અંદરના સાચા બળથી આપણે બળવાન થઈ જઈએ. બહારથી તે આપણને લાતો મળે, બાકી બળ તે ના મળે. જાતના બળ વિનાનું બીજું બળ નહિ. ભારતવર્ષ જ્યાં પિતાના બળે બળીઓ છે, તે સ્થાન શોધી કાઢી તેને કબજે કરીએ તે ક્ષણમાત્રમાં આપણું બધી લાજ ચાલી જાય.
- ભારતવર્ષે નાનામોટાને, સ્ત્રીપુરુષ સૌને મર્યાદા આપી છે, એ મર્યાદા બેટી લાલસાએ આપણું થઈ શકે નહિ. પરદેશીઓએ બહારથી એને દેખી શકે નહિ. જે માણસ પિતાના પૂર્વજોના જે કર્મક્ષેત્રમાં જન્મ્યો છે, તે કર્મક્ષેત્ર તેના માટે સરળ છે, સુલભ છે, તેમાં રહેવામાં જ તેનું ગૌરવ છે, તેમાંથી ભ્રષ્ટ થતાં તેની મર્યાદા તુટે. માણસને ધારણ કરી રાખવાને એક માત્ર ઉપાય એ મર્યાદાજ છે. પૃથ્વીમાં અવ
સ્થાને ભેદ તે રહેવાનેજ, ઉંચી અવસ્થા તે ચેડા લોકનાજ ભાગ્યમાં હોય–બાકી બધા જે એવા લેકની સાથે પિતાના ભાગ્યની સરખામણી કરી મનમાં ને મનમાં અમર્યાદા અનુભવે, તે તેઓ પિતે ઉભી કરેલી આ દીનતામાં ખરેખર ક્ષુદ્ર બની જાય. વિલાયતમાં મજૂરે તન તેડીને કામ તો કરે છે ખરા, પણ એ કામમાં મર્યાદાને યોગ કરતા નથી, તે પિતે પોતાને હીન માનીને ખરેખરા હીન બની જાય છે. એ રીતે યુરોપમાં પંદર આના લેક દીનતાથી, અદેખાઈથી અને નિષ્ફળ પ્રયત્નથી અસ્થિર બની ગયા છે. યુરોપિયન મુસાફર પિતાના દરિદ્ર હલકા લેકના વર્ગને હિસાબે આપણા દરિદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com