________________
અતિશયોક્તિ
૧૨૭
શિકિત. પણ ચાલતી ભાષામાં પણ અંગ્રેજ ઢગલેઢગલા
અતિશક્તિ કરે છે. ઈમેલી ઇમેઝરેબ્લી” “એકસ્ટ્રીમલી” “ઈન્ફીનીટલી “એસેલ્યુટલી” વગેરે વગેરે શબ્દ જો બધે સાચી જ રીતે માની લેવામાં આવે તે પૂર્વ દેશની અતિશકિત આ જન્મમાં તે માથું ઉંચું કરી શકે નહિ.
બહારની વાતમાં આપણે ઢીલા છીએ એ હકીકત તે આપણે કબૂલ કરવી જોઈશે. બહારની ચીજને આપણે ઠીક ઠીક જોઈ શકતા નથી, ઠીક ઠીક સમજી પણ શકતા નથી.
જ્યારે ત્યારે આપણે બહારના નવને છ ને છને નવ કરી નાખીએ છીએ. જાણી જોઈને આ દેષ ન કરીએ તે બેવડો દેષ-એક તે પાપ, ને તેના ઉપર વળી અજ્ઞાન. ઈ. દ્રિયને એટલી આળસુને બુદ્ધિને એટલી ગાફેલ રાખીએ તે દુનિયામાં આપણું આ બે મુખ્ય આધાર માટી થાય. વૃત્તાન્ત તરફ જરાય ધ્યાન ન આપીએ ને સિદ્ધાન્તને કલ્પનાબળથી વધારી મૂકીએ તે આપણે આપણને જ દગો દઈએ. જ્યાં
જ્યાં ભૂલ કરીએ, ત્યાં ત્યાં જ ઠેકર ખાઈએ. કાણું હરણ દેખતી આંખ તરફ નજર રાખીને નીરાંતે ચરે, પણ કાણું આંખ તરફથી પારધિનું તીર આવીને એને પ્રાણ લે. આપશું કાણી આંખ મૃત્યુલોક તરફ છે, એ બાજુથીજ આપણને ઘા પડયા છે. એ બાજુના ઘા ખાઈને આપણે મર્યા પડયા છીએ. પણ સ્વભાવ પડયે તે જાય ના ને !
પિતાને દોષ કબૂલ કર્યો એટલે હવે પારકાને દેષ દેખાડવાને અવસર આવશે. અને લેક એવા પ્રયત્નની નિંદા કરે છે, હું પણ કરું છું. પણ જે લોક ન્યાય આપવા નીકળે, તેમને ન્યાય કરવાને બીજાને પણ અધિકાર હેાય. એ અધિકાર છેડી દે ગમતું નથી. એથી પારકાને કંઈ લાભ થશે એમ માનતું નથી, પણ અપમાન થવાને પ્રસંગે પિતાના લાભની વાત છેડી દેવી ગમે નહિ.
આપણે જોયું છે કે આપણી અતિશક્તિ આળસુ બુદ્ધિને કારણે છે, તે ઉપરાંત બહુ દિવસની પરાધીનતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com