________________
અતિશયાક્તિ
૧૨૯
અળ દેખાડવા આપણી અટલ રાજભક્તિ જાહેર કરવા આપણે હાજરજ છીએ! મુસલમાન રાજ્યમાં દેશનાયક થવાના, સેનાનાયક થવાને, આપણા અધિકાર રદ થશે. નહેાતે; મુસલમાન બાદશાહે પડખામાં સામતસરદારને લઈને રાજસભામાં બેસતા એ કાંઇ મશ્કરી નહાતી. તે વખતના રાજાએ સાચીજ રીતે ખાદશાહતના મિત્રો હતા, રક્ષક હતા અને માનપાત્ર હતા. આજ તા રાજાઓને મેઢાનું માન આપવાનું અને તેમને પાછળ ઘસડી જઈ દેશવિદેશમાં રાજભક્તિનું નાટક પણ એમનીજ પાસે કરાવવાનું. આડંખર જૂના વખત કરતાં ચારગણે. જ્યારે ઇંગ્લાંડની સામ્રાજ્યલક્ષ્મી સાજ સજીને બેસે, ત્યારે કાલેાનીઓ (સસ્થાના) રાજ્યકર્તાના મુકુટમાં ચળક-ચળક કરે; અને ભારતના પ્રાચીન કુળના રાજવંશીએ એના ચરણના નપુરમાં ઘુઘરીની પેઠે બધાઇને માત્ર ઝંકાર કરવાનું કામ કરે. આ વખતના વિલાયતી દમારમાં જગતની સામે એ જાહેર થયું છે. અંગ્રેજનું સામ્રાજ્ય તે જગન્નાથજીનું મંદિર, ત્યાં કેનેડા, ન્યુઝીલાંડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા પેાતાનાં જાડાં શરીર ને ફૂલેલી ફ્રુડ લઈને હાંકારાઢાંકાર કરતાં પડયાગીરી કરતાં કરે છે, પણ ખિચાર્ સૂક ભારતવષ તેને દરવાજે ધક્કા ખાય છે, અને મંદિરમાં પેસવાનેય અધિકાર નહિ, ઠાકારછના ભાગ પણ એના નસીખમાં એવાજ. પણ જે દહાડે જગતના રાજમાર્ગ ઉપર ઠાકેારજીના ગગનભેદી રથ નીકળે, તેજ માત્ર એક દહાડે રથના વાંસ પકડી એને ખેંચવાને માટે ભારતવર્ષને હાંક પડે ! તે દહાડે કેટલી વાડુવા, કેટલી તાળીઓ, કેટલેા મિત્રભાવ ! તે દહાડે કર્ઝનની એડીએમાંથી છૂટેલા ભારતના રાજાએનાં મણિમાણેક લંડનના રાજમાર્ગ ઉપર ચળકે-ચળક થાય, અને લંડનની હૅાસ્પિટલેા ઉપર રાજભક્ત રાજાઓના દાનવરસાદ મુસળધાર વરસે, અને એ બધુ ભારતને નીચે માથે સાંભળી રહેવુ પડે ! આ ખધી ઘાલમેલ પશ્ચિમની અતિશયાક્તિ, આ બધી નકલ માત્ર અતિશયેક્તિભરેલીએમાં કશુંય સાચું નહિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com