________________
પૂર્વની અને પશ્ચિમની સભ્યતા
૧૨૩
ની સાથે સાથેજ ગ્રીક અને રેમન સભ્યતા પણ તૂટી પડી, હિન્દુ સભ્યતા તે રાષ્ટ્રીય ઐકય ઉપર ચણાઈ નહતી. તેથી આપણે સ્વાધીન હાઈએ કે પરાધીન હઈએ, પણ એ હિન્દુ સભ્યતાને સમાજની અંદરના ભાગમાંથી વળી પાછી સજીવન કરી શકાશે, એવી આશા આપણે છેડી શકતા નથી, છોડવા જેવી નથી.
નેશન” શબ્દ આપણી ભાષામાં નથી, એ ભાવ આપણા દેશમાં હતું નહિ. આજ યુરેપિયન શિક્ષણને પ્રભાવે રાષ્ટ્રીય મહત્વને આપણે આદર આપતાં શીખ્યા છીએ. પણ તેને આદર્શ આપણા અંતઃકરણમાં નથી. આપણે ઇતિહાસ, આ પણે ધર્મ, આપણે સમાજ, આપણું ઘર-કશુંય એ નેશન બાંધવાના મહત્વને કબૂલ રાખે નહિ. યુરોપ સ્વાધીનતાને જે સ્થાન આપે છે, આપણે મુક્તિને તેજ સ્થાન આપીએ છીએ. આત્માની સ્વાધીનતા સિવાય બીજી સ્વાધીનતાને આપણે ઓળખતા નથી. રિપુનું બંધન એ આપણે હિસાબે મુખ્ય બંધન છે–તેને છેદી નાખે આપણું પદ રાજામહારાજાના પદ કરતાંયે ઉંચું થાય. આપણું ગૃહસ્થના કર્તવ્યમાં સમસ્ત જગત પ્રત્યેનાં કર્તવ્યોને સમાવેશ થઈ જાય. આપણે ઘરની અંદરજ સમસ્ત બ્રહ્માંડ અને બ્રહ્માંડપતિની સ્થાપના કરી છે. આપણાં સમસ્ત કર્તવ્યને આદેશ આ એકજ મંત્રમાં સમાઈ ગયે છે –
ब्रह्मनिष्ठो गृहस्थः स्यात् तत्त्वज्ञानपरायणः । यद्यत् कर्म प्रकुर्वीत तद्ब्रह्मणि समर्पयेत् ॥
એ આદર્શ પામી શકાય તે “નેશનલ” કર્તવ્યથી પણ એ મોટું છે. આજે એ આદર્શ આપણા સમાજમાં જીવંત નથી, એટલા માટે તે આપણને યુરોપની અદેખાઈ આવે છે. એ આદર્શને જે આપણે ઘેરઘેર સજીવન કરી શકીએ તે આપણને બંદુક અને ડમડમ ગેળીએાની જરૂર ન રહે. ત્યારે આપણે સાચેસાચી સ્વાધીનતા મેળવીશું, ત્યારે આપણું વિજેતા કરતાં કઈ રીતે ન્યૂન હોઈશું નહિ. પણ એમની પાસે કરેલી પ્રાર્થનાઓથી આપણને જે કંઈ મળશે એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com