________________
૧ર૪.
ભારતધર્મ
આપણે કઈ રીતે મોટા થઈશું નહિ.
પંદર-સાળ સૈકાઓ એ કંઈ બહુ લાંબા કાળ ન કહેવાય. “નેશન' જ સભ્યતાનું પરિણામ છે, એવી તે તેની છેલ્લી પરીક્ષા હોઈ શકે નહિ. પણ એ તે જોઈએ છીએ કે, તેના આચારવિચાર સારા નથી. એ અન્યાય, અવિચાર અને અસત્ય વડે ખૂબ ફાલી છે અને ભયંકર નિર્દયતા એનાં હાડકાંની અંદર પ્રસરી ગઈ છે.
એ નેશનલ આદર્શને આપણે આદર્શરૂપે લીધાથી આપણામાં પણ શું અસત્ય આવ્યું નથી? આપણી રાષ્ટ્રીય સભા વગેરે સંસ્થાઓમાં શું નાના પ્રકારની ચતુરાઈ, અસત્ય, પિતાનાં મન સંતાડવાની ખબરદારી ખીલી નથી? આપણે
ખેચેખું સત્ય બેલતાં શીખીએ છીએ? આપણે શું અંદરોઅંદર બલવા નથી લાગ્યા કે પિતાના સ્વાર્થને માટે કરવામાં જે દૂષણરૂપ છે, તે રાષ્ટ્રીય સ્વાથને માટે કરવામાં દૂષણરૂપ નથી ?
ખરી રીતે દરેક સભ્યતા કેઈ ને કોઈ એક આસન ઉપર બેઠેલી હોય છે. એ આસન ધર્મને આધારે રહેલું છે કે નહિ તે જ વિચારવાની વાત છે. જે તે ઉદાર વ્યાપક ન હૈય, જે તે ધર્મને પીડીને વધેલું હોય તે તેમાંથી થયેલી ઉન્નતિ જોઈને આપણે તેની અદેખાઈ ન કરવી જોઈએ અને તેનેજ ઈષ્ટ માનીને તેના ઉપર આપણું સભ્યતાને સ્થાપવાની લાલસા ન રાખવી જોઈએ.
આપણું હિન્દુ સભ્યતાના મૂળમાં સમાજ છે, યુરોપીઅને સભ્યતાના મૂળમાં રાષ્ટ્રનીતિ છે. સામાજિક મહાવથી માણસ માહાતમ્ય મેળવી શકે, રાષ્ટ્રનીતિના મહત્ત્વથી પણ મેળવી શકે. પણ યુરોપિયન પદ્ધતિએ નેશન ઘડવી એજ સભ્યતાની એકમાત્ર પ્રકૃતિ અને મનુષ્યત્વનું એકમાત્ર લક્ષ્ય છે એમ જે આપણે માની બેસીએ તે જરૂર આપણે ભૂલ કરીએ છીએ.
(૧૯૦૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com