________________
પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૧૯ સમગ્ર સ્વરૂપે જોઈએ તે જ એને સારો પ્રભાવ આપણે જોઈ શકીએ,
ગિઝે કહે છે કે વિશ્વ જગતમાં આ વિચિત્રતાને સંગ્રામ જામેલે છે. એ તે સ્પષ્ટ છે કે કેઈએક નિયમ, કોઈ એક તરેહનું બંધારણું, કેઈ એક સરળ સ્વભાવ, કેઈ એક અમુક શક્તિ વિશ્વને દબાવી, તેને એકબીજામાં ઢાળી સમસ્ત વિરોધી પ્રભાવને દૂર કરી, સમરત ઉપર સત્તા ચલાવી શકે નહિ. વિશ્વમાં નાના પ્રકારની શક્તિઓ છે, નાના પ્રકારનાં તવ છે, નાના પ્રકારનાં તંત્ર છે. તે એકઠાં થઈને યુદ્ધ કરે છે, એકબીજાને ઘડે છે, કઈ કઈને પુરી રીતે દબાવી શકે નહિ, કઈ કેઈથી દબાઈ જાય નહિ.
અને એ સર્વ બંધારણ, તત્વ અને ભાવની વિચિ. ત્રતા–તેમને સંગ્રામ અને વેગ એક અમુક એકતા તરફ, એક અમુક વિશેષ આદર્શ તરફ ચાલે છે. યુરોપિયન સભ્યતા પણ એ વિશ્વતંત્રનું પ્રતિબિંબ છે. એ કંઈ અમુક સાંકડા વાડામાં બંધાઈને અચલ બની નથી. જગતમાં સભ્યતા આજે પ્રથમ વાર પોતાનું ખાસ સ્વરૂપ છેડી દઈ પ્રકટ થઈ છે, આજ પ્રથમ વાર વિશ્વના વિકાસની પેઠે તેને વિકાસ ભિન્ન ભિન્ન રૂપે, અનેકરૂપે અને અનેક દિશામાં દેખા દે છે. યુરોપની સભ્યતા એમ અનાદિ સત્યને માર્ગે ચાલી છે, એણે જગદીશ્વરની કાર્યપ્રણાલીની ધારા પકડી છે, ઈશ્વરે જે રસ્તે નિર્માણ કર્યો છે તે રસ્તે એ સભ્યતા ચાલી છે. એ સભ્યતાની શ્રેષ્ઠતાનું તત્ત્વ એ સત્યની ઉપર જ આધાર રાખે છે.
ગિને મત આપણે આ રીતે ઉતાર્યો.
યુરોપની સભ્યતાએ આજે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે એમાં તે કશે સંદેહ નથી. યુરોપ, અમેરિકા, ઍસ્ટે લિયા–એ ત્રણ મહાદેશે એ સભ્યતાને વહેણને પિષે છે. એટલા બધા જુદા જુદા દેશે ઉપર એક મહાસભ્યતાની પ્રતિષ્ઠા થઈ છે, પૃથ્વીમાં આવું આશ્ચર્ય આજ સુધી કદી બનેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com