________________
ભારતમાં
જુદાઈ, સરકારના રાજ્યકારભારની છાવણીમાં એ દારૂની પેઠે ઠંડી રહે એ અભિપ્રાય સરકારને હોય એ સંભવે છે.
એજ કારણે હિન્દુમુસલમાનની ગાળાગાળી સાંભળીને સરકાર હાલતી ચાલતી નથી, પણ મારામારી એમના કારભારમાં હરકત કરે તેથી તે સમયે ઊંચીનીચી થાય છે.
એ તે હમેશ જોઇએ છીએ કે, બે પક્ષમાં જયારે વધે ઉઠે અને શાન્તિભંગ થશે એવી શંકા આવે ત્યારે માજીસ્ટ્રેટ ઝીણી નજરે વિચાર કરી વધે પતાવે નહિ, પણ બંને પક્ષનાને સરખી રીતે દબાવી દેવાને પ્રયત્ન કરે; કારણ કે સાધારણ નિયમ તે એ છે કે, એક હાથે તાળી પડે નહિ. પણ હિન્દુમુસલમાનના વિરોધની બાબતમાં તે ઘણા માને છે કે, હિન્દુઓને વધારે દબાવવામાં આવે છે, અને મુસલમાનને ઘણું કરીને લાભ જ થાય છે. એમ માનવાને કારણે બંને સંપ્રદાય વચ્ચે વળી વધારે વર થાય છે. અને જે ઠેકાણે કદીયે કશો પણ વિરોધ હેય નહિ ત્યાં પણ બિલકુલ નકામી શંકા આણુને સરકાર એક પક્ષના કાયમના હક લઈ લે છે, ને તેથી બીજા પક્ષની સ્પર્ધા ને સાહસ વધારી મૂકે છે તથા કાયમનાં વિરોધનાં બીજ વાવે છે.
હિન્દુઓ ઉપર રાગ કરવાનું સરકારને કાંઈ ખાસ કારણ હોઈ શકે નહિ, પણ સરકારની માત્ર પેલીસીથી સરકારનું રાજય ચાલે ના, પ્રકૃતિને નિયમ બધે સરખે છે. સ્વર્ગલેકમાં પવનદેવને કે પ્રકારે ખરાબ હેતુ હોઈ શકે નહિ, તે પણ ગરમીના નિયમને વશ થઈને મૃત્યુલોકમાં પિતાના ઓગણપચાસ વાયુને છોડી મૂકે છે. સરકાર સ્વર્ગલેકની ખબર તે બરાબર જાણી શકતી નથી, એ બધી ખબર તે લૈર્ડ લેન્સડાઉનને ને ર્ડ હેરિસને હશે, પણ આપણે આ લેકમાં ચારે બાજુએથી વાવાઝોડાં છુટે છે એ સારી રીતે જાણીએ છીએ. વર્ગધામમાંથી “બીતા ના, બીતા ના” એવા નાદ વારંવાર ઉઠે છે, પણ આજુબાજુના વાયુગણુમાં વારંવાર ભારે ગરમી ચઢી ગયેલી જઈએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com