________________
સમાજ
-
-
-
જ
માતા વણું કર્યું જમવા પામે છે. એમ ન કરતાં સિા પહેલાં સાથી સારી સામગ્રી વડે પહેલું પેટ ભરી લેવાની વાસના કરે તે એનું માન બહુ દહાડા સચવાય નહિ. સંમાન પણ જોઈએ ને તેની કિંમત પણ ગજવામાં રાખી મૂકવી એ બહુ દહાડા ચાલે નહિ.
આપણું આજના બ્રાહ્મણે કિંમત આપ્યા વિના સંમાન લેવાની લાલસા રાખે છે ત્યારે તેમને માન પણ મોઢાનું મળતું થતું જાય છે, એટલું જ નહિ, પણ બ્રાહ્મણે સમાજનું જે ઉંચું કામ કરવા જાયા હતા, તે કામ પણ ઢીલું પડી જવાથી સમાજની વ્યવસ્થા રેજ રેજ ઢીલી પડી જાય છે.
જે પૂર્વદેશની ભાવના પ્રમાણે આપણા દેશના સમાજનું રક્ષણ કરવું હોય, જે બહુ દિવસના જૂના સમાજને યુરેપીયન પદ્ધતિ પ્રમાણે ફેરવી નાખવે શકય પણ ન હોય ને રોગ્ય પણ ન હોય, તે સાચા બ્રાહ્મણ સંપ્રદાયની ખરેખર જરૂર છે જ. તેઓ દરિદ્ર હશે, પંડિત હશે, ધર્મનિષ્ઠ હશે, આશ્રમધર્મના સર્વ પ્રકારે આદર્શરૂપ હશે ત્યારે એ ગુરુ થશે.
જે સમાજમાં એક દળ ધનમાનને લાત મારી જાણે, વિલાસને તિરસ્કાર કરે, જેમને આચાર નિર્માળ, ધર્મનિષ્ઠા દ, જેઓ નિઃસ્વાર્થભાવે જ્ઞાન લે ને નિઃસ્વાર્થભાવે આપે, તે સમાજને પરાધીનતા અથવા દરિદ્રતાથી કશું અપમાન નથી. સમાજ જેને ચેાગ્ય ભાવે સંમાનના આસન ઉપર બેસાડે, તેઓને હાથેજ સમાજ સમાન પામશે.
સિા સમાજમાં ઉપર તરતા માણસોના રૂપ પ્રમાણે આખા સમાજને રૂપ અપાય છે. ઇલાડને જ્યારે આપણે ધનવાન માનીએ છીએ, ત્યારે ઉપરના થોડા ધનવાન લેકે તરફ જ નજર રાખીએ છીએ, તેના અગણિત નિર્ધને લોક તરફ નજર કરતા નથી. યુરોપને જ્યારે આપણે સ્વાધીન કહીએ છીએ, ત્યારે જે જનસમાજને મેટો ભાગ અસહ્ય પરાધીનતામાં પીડાય છે તેમના તરફ નજર સરખી પણ કરતા નથી. ત્યાંના સમાજના ઉપરના પડનાજ ડાક લેક ધનવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com