________________
૧૫
સીમામાં રાખી, એને ધર્મ સાથે જોડી દેવું ઈષ્ટ છે; એને પ્રવૃત્તિના હાથમાં, આવેશના હાથમાં, કપૂરના વેગના હાથમાં છેડી ન દેવું જોઈએ. આટલા જ માટે ભારતવર્ષમાં જુદા જુદા સંપ્રદાયના હાથમાં જુદાં જુદાં કામ સેંપી દીધાં છે.
કર્મ અને ધર્મને સમતલ રાખવા માટે માણસ ના ચિત્તમાંથી કમના જુદા જુદા પાશને ઢીલા રાખીને તેને એક બાજુએ સંસારવૃતમાં પરાયણ રાખવાનો અને બીજી બાજુએ મુક્તિને અધિકારી કેરવાને આ વિના તે બીજે કેઈ ઉપાય દેખાતું નથી.
હવે પ્રશ્ન એ થશે કે, સમાજને બાંધીરૂંધીને પોતે તેમાં પુરાઈ રહે તે માનવીની સ્વાધીને પ્રકૃતિ પીડાઈ મરે, માણસને નાન કરીને સમાજને માટે કરવાનો કંઈ અર્થ નથી. મનુષ્યનું મનુષ્યત્વ સાચવવા માટેજ સમાજ છે.
એને ઉત્તર એ કે, ભારતે સમાજને બાંધીને વ્યવસ્થામાં મૂકી છે, તે સમાજની અંદર બંધાઈ જવા માટે નહિ, પણ પોતાને અનેક તરેહની અંધ વ્યર્થ ચેષ્ટાઓમાં ફેંકી દીધા વિન, પિતાની નિયમિત શક્તિને અનંતની તરફ એકાગ્ર કરવાને માટેજ જાણું જોઈને બહાર ના વિષયેની મર્યાદા બાંધી છે. નદીના કિનારાથી બંધાઈને પાણીને વેગ ઉતાવળે ને અમુક દિશામાં થાય છે એમ સમાજબંધનની પાળથી એ શક્તિ વેગવાળી થાય અને બંધાઈ પડે નહિ, એ જ એને ઉદ્દેશ હતે. એટલાજ માટે ભારતવર્ષના સમસ્ત ક્રિયાકર્મમાં, સુખ-શાન્તિ-સંતોષમાં મુક્તિને સાદ છે–આમાને ભૂમાનંદ બ્રહ્મની મધ્યે વિકસિત કરી દેવાને માટે જ એ સમાજ પોતે બનાવેલી સાંકળોએ બંધાર્યો હતે. જો તે એ લક્ષ્યથી ભ્રષ્ટ થાય, જડને વશ થઈ એ પરિણામની અવગણના કરે તે કેવળ બંધન જ થઈ જાય, તે અતિ શુદ્ર સંતોષશાન્તિને કશો અર્થ રહે નહિ. ભારતવર્ષનું લક્ષ્ય ક્ષુદ્ર મહેતું; ભારતવર્ષે તે માન્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com