________________
સમાજ
૧૦૩
કંઈ કારણ નહતું. એની ખુશી હોય તે જુદ્ધ જાય, ખુશી હોય તે વેપાર-વણજ કરે, એમાં સમાજનું કંઈ જાય આવે નહિ. અને જે લેક યુદ્ધ, વેપાર, ખેતી કે કારીગીરી પિતાની મરજીમાં આવે તે કરે તેમને તે ખાસ નિશાનીઓ કરીને અળગા પાડવાની જરૂર નહતી. લોક ધરેજગાર તે પિતાની ગરજે કરે, એને કઈ ખાસ વ્યવસ્થાની તે પરવા નથી. ધર્મને માર્ગ કંઈ એ નથી; એ તે પ્રાચીન નિયમે બંધાયેલે છે, તેનું આજન, તેની રીતિપદ્ધતિ તે આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થઇ શકે નહિ.
આપણે સમસ્ત સમાજ વિશેષ કરીને દ્વિજસમાજ છે. જો એમ ન હોય, જે આ સમાજ શુદ્ધસમાજ હોય તે બ્રાહ્માણ
ડાક જ હોવાને કારણે આ સમાજ યુરોપિયન આદર્શ પણ પામશે નહિ, અને ભારતીય આદર્શ પણ ઈ નાખશે.
બધા ઉંચા પ્રકારના સમાજમાં લેક ઉપર કંઈ ને કંઈ જવાબદારી હોય છે. જે સમાજમાં બહુ લેક પિતાને હલકા માની લઈ આરામમાં પડી, જડ બની ભેગવિલાસને વહાલા કરે, તે સમાજ મરે ના મરે તે એના કરતાં મરવું ભલું. - યુરોપ કર્મનું માથું સદા સર્વદા પ્રાણ આપવાને તૈયાર રહે છે. આપણે જે ધર્મને કાજે પ્રાણ દેવા તૈયાર ન હેઈએ તે એ પ્રાણુ અપમાન પામવા છતાં પણ અભિમાન કરવું એમાં તે આપણું શી શોભા
યુરોપિયન લશ્કર યુદ્ધના ઉત્સાહથી ને પગારના લેભથી તથા ગૌરવના આશ્વાસનથી પ્રાણુ દેવા તૈયાર થાય, પણ ક્ષત્રિય તે એ કશાની પરવા કર્યા વિના પણ પ્રાણ દેવા તૈયાર થાય. કારણ કે યુદ્ધ એ સમાજનું જરૂરનું કામ છે, એક સંપ્રદાય પિતાને ધમ માનીને એ કઠણુ ભાર ઉપાડી લે; તે કામની સાથે ધર્મરક્ષણ પણ થાય. આખો દેશ એકઠો થઈને યુદ્ધને માટે તૈયાર થઈ જાય તે “મિલિટરીઝમીનું બળ વધી જાય અને દેશનું ભારે અનિષ્ટ થાય.
વેપાર પણ સમાજરક્ષણને માટે બહુ જરૂરનું કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com