________________
ભારતધર્મ
કે મૂવિ સુરજ ના યુવતિ -અત્યંતે જ સુખ, અહ૫માં સુખ નહિ. ભારતના બ્રહ્મવાદીઓ વદે છે કે જેનાછું નામૃતા રામ વિામાં તેને મજેનાથી અમરપદ મળે નહિ તેને લઈને તે હું શું કરું? કેવળ પરિવારની અને સમાજની સુવ્યવ સ્થાથી જ હું અમર થઈ શકીશ નહિ. એથી મારા આત્માને વિકાસ થઈ શકશે નહિ. સમાજ જે મને સંપૂર્ણ સાર્થક્તા આપે નહિ તે સમાજ મારે કેશુ? સમાજને સાચવવાને માટે જે મને વધવા દે નહિ તેને હું માનું નહિ, યુરોપ પણ એ તે કહે છે જ કે વ્યક્તિને જે સમાજ પાંગળું કરી દબાવી દે તે સમાજની વિરુદ્ધ વિદ્રોહ ન કરે તે દીન-હીન–અધમ. ભારતવર્ષ પણ બિલકુલ સંકેચ વિના નિર્ભય થઈને બે છે કે આ પૃથક્ જેવા સમાજને માટે કરીએ તે ઉપાય માટે થઈ જાય, ઉદ્દેશ્ય નાનું થઈ જાય. ભારતે એવું કર્યું નથી. એથી એક બાજુએ જેમ એનાં બંધન દઢ, તેમ બીજી બાજુએ તેને ત્યાગ પણ સંપૂર્ણ. સાંસારિક પરિપૂર્ણતામાં વીંટાઈને ભારતવર્ષે પિતાને કેદી નથી બનાવ્યો, પણ એને પૂર્ણ સ્વતંત્રતા આપી છે. જ્યારે સંઘરવાનું સંઘરાઈ રહ્યું, ભંડાર ભરાઈ રહ્યા, પુત્રે ઉમરે આવી વિવાહ કર્યા, અને ત્યાગને અવસર આવ્યું કે બરાબર તે જ ક્ષણે સંસારને પરિત્યાગ કરવાની વ્યવસ્થા હતી. જ્યાં સુધી શ્રમ કરો, ત્યાં સુધી તમે છે; જ્યાં શ્રમ થઈ રહ્યો ત્યાં આરામથી ફળાગ કરતા જડ થઈ બેસી રહેવાના એમ પણ નહિ. સંસારના કામકાજથી જ સંસારમાંથી મુક્તિ મળી, એટલે ત્યારપછી આત્માની અબાધ અનંત ગતિ–એને અર્થ નિશ્ચણ થવું એ નથી. સંસાર ને હિસાબે એ જડતા જેવું દેખાય, પણ કુંભાર ચાક જેમ ખૂબ ફ ફરતે દેખાય નહિ, તેમ આત્માના અનંત વેગમાં આવ્યું તે નિશ્ચળ જે દેખાય. આત્માના એ વેગને ચારે બાજુએ ગમે તેમ ફરવા ન દેતાં એક દિશાએ એકધારે ફરે એવી શક્તિ આપવી એ સમાજનું કર્તવ્ય હતું. આપણું સમાજમાં પ્રવૃત્તિને અંકુશમાં રાખી સદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com