________________
સાચા ન્યાયને અધિકાર ૮૧ વિરોધ વિષે હું જે અનુભવ ને અનુમાન કરું છું તેમાં કંઈ સત્ય છે કે નહિ તે હું જાણતા નથી, હું જે અન્યાયની શંકા કરું છું તેને કંઈ મૂળ છે કે નહિ એ પણ જાણ નથી; પણ એટલું તે નક્કી જાણું છું કે, ન્યાયાધીશની દયા ઉપર ને તેની કર્તવ્યબુદ્ધિ ઉપરજ ન્યાયને ભાર રાખે ન્યાયના અધિકારી થવાય નહિ. રાજતંત્ર ગમે એટલું ઉચું હોય પણ પ્રજાની અવસ્થા એકદમ નીચી હોય તે રાજતંત્ર પિતે ઉંચું ટકી શકે નહિ. કારણ કે રાજ્ય તે માણસ વડે ચલાવી શકાય; ન તે સંચા વડે કે ન તે દેવ વડે. જ્યારે એમને સાબીત કરી આપીશું કે, આપણે પુરુષાર્થવાળા છીએ ત્યારે તેઓ હંમેશ પુરુષાર્થના હિસાબે આપણે સાથે ચાલશે. જ્યારે ભારતવર્ષની અંદરથી છેડાક લેક ઉઠશે ને આપણને અટલ સત્યપ્રિયતા અને નિર્ભય ન્યાયપરતાને દાખલો આપશે, જ્યારે અંગ્રેજ છાતીના ઉંડા ભાગમાંથી સમજશે કે ભારતવર્ષ છાનુંમાનું આપણે ન્યાય સ્વીકારી લેતું નથી, સામું થઈને માગે છે, અન્યાય ટાળવા પ્રાણ આપવા તૈયાર થઈ ગયું છે ત્યારે તેઓ કદી ભૂલ્ય ચૂકયે પણ આપણી અવગણના કરી શકશે નહિ અને ન્યાયના કામમાં ઢીલ પણ રાખવાની ટેવ સમૂળી ભૂલી જશે.
(૧૮૯૫)
*.
SA
"
રાજ
* * - - -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com