________________
વિદેશી અને ભારતવર્ષ
નવા જાપાને યુરેપી સભ્યતાની દીક્ષા લીધી છે, પણ તેમની દીક્ષા તે માત્ર બહારની દીક્ષા નથી. કળકારખાનાં, રાજ્યકારભાર, વિદ્યાવ્યાપાર એ સૌ એ પિતે પિતાને હાથે જ કરે છે. તેની ચતુરાઈ દેખી યુરોપ મૂઢ બની ગયું છેકશી ભૂલ કાઢી શકતું નથી, છતાંય પિતાની નિશાળોમાં ભણેલા આ વડા નિશાળીઆને વિલાયતી પિશાકની, વિલાયતી આચારની નકલ કરતું જેઈને યુરેપ મેં ફેરવે છે. જાપાન તો પિતાની આ અદ્ભુત ને હાસ્યજનક નકલ સંબંધે બિલકુલ આંધળું છે, પણ યુરેપ તે વેશ બદલીને ફરતા આ એશિયાવાસી નટો ઉપર એક બાજુથી તેમની શક્તિ માટે શ્રદ્ધા કરે છે ને નકલ માટે દાંત કાઢે છે.
અને આપણે શું બીજા બધા વિષયમાં યુરોપની સમાન સ્થિતિમાં આવી ગયા છીએ કે બાકી રહેલા માત્ર આ બહારના ભેદને ટાળી દેવા દડાદોડી કરી રહ્યા છીએ?
એ તે થઈ એક વાત. બીજી વાત એ કે, એથી લાભ થવો તે ચૂલામાં પડે, પણ ઘરમાંજ આગ લાગી ઉઠે એનું શું? અંગ્રેજની સાથે ભેદ તે છે જ, પણ પાછે દેશીજનની સાથે ભેદ ઉભું થાય એનું શું? આપણે ગેરા લેકેના જે ઠાઠ સજીને તેમની પાસેથી માન ખાટવા જઈએ, ત્યારે આપણે જે ભાઈઓ તેમના જેવા ઠાઠથી ચાલે નહિ, તેને ભાઈ કહીને બેલાવતાં સહેજ સંકેચ થાય. પછી તે એમના સ્વદેશી રીતરિવાજથી શરમ આવ્યા વિના રહે નહિ. પછી એ ગોરા લોકોની આગળ એમ કહ્યા વિના નહિ ચાલે કે એ લેકથી છૂટા પડીને અમે અમારો જુદે સં. પ્રદાય બાંધ્યું છે, એમને ને અમારે કંઈ લેવાદેવા નથી.
એને અર્થ એ કે વજાતિની આબરૂ વેચીને પિતે આબરૂ ખાટવા માંડી. પછી તે એ લેકેની પાસે જઈને બેલવું કે સાહેબ ! આ જંગલી લે કોની સાથે તમે ગમે એમ ચાલે, પણ તમારા જે ચહેરો કરીને અમે આવ્યા છીએ, ત્યારે તે આશા રહે છે કે અમને તમે નહિ હાંકી મૂકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com