________________
ભારધમ
ઉઠતે સાંભળ્યું નથી.
પણ આપણા પ્રત્યે ગેારા અમલદારની આવી અવગણના છે, એને માટે ખાસ કરીને તે આપણે પિતે જવાબદાર છીએ. કારણ કે એ વાત આપણે કદી વિસરવી જોઈતી નથી કે, કાયદાની મદદથી કંઈ માન વધે નહિ, માન તે આપણા પિતાના હાથમાં છે. આપણે સભાઓ ભરીને નાકમાંથી ઉંચે સ્વરે ફરિયાદ કરવા માંડી છે, તેથી તે આપણું માન વધવાને બદલે ઘટે છે.
એક દાખલે . ખુલનાના મેજીસ્ટ્રેટે અરજી લખનારનું ખૂન કર્યું. પહેલેથી જ બેલી રાખવું જોઈએ કે ડિરિટ્રકટ માસ્ટેટ બેલ સાહેબ ઘણા દયાળુ અને ઉદારચરિત સાહેબ છે તથા હિંદી લેક તર્ગ્યુ તેમને બેપરવાઈને અવગણના નથી. હું માનું છું કે, અરજી લખનારને એણે જે માર્યો તે અભિમાની પાશ્ચાત્ય પ્રકૃતિની હઠને લીધેજ, બંગાળીના તિરસ્કારને લીધે નહિ. જઠરની આગ જ્યારે સળગે ત્યારે સામાન્ય કારણથી પણ, ગમે તે બંગાળી હોય કે ગમે તે ગેરે હોય, પણ તેને ક્રોધ સળગી ઉઠે. આમ આ પ્રસંગમાં પરદેશીના કૅષની વાત ઉભી કરવી ઠીક નથી.
પણ ફરિયાદપક્ષના બંગાળી બારિસ્ટરે આ મુકદમા વખતે વારંવાર જણાવ્યું કે, અરજી લખનારનું ખૂન કરવું અંગ્રેજને ઘટતું નથી, કારણ કે, બેલ સાહેબ જાણતે હતેઅથવા એણે જાણવું જોઈતું હતું કે, અરજી લખનાર તેને સામે મારી શકે એમ નહોતે.
આ વાત જો સાચી હોય તે શરમ તે લાગવી જોઈએ ને ! અને એની દેશજાતિને કારણે, કેધમાં સામાને મારી બેસવું એ મરદની નબળાઈ, પણ માર ખાઈને સામો બદલે આપ્યા વિના માત્ર રેયા કરવું એ તે નામર્દ. ની નબળાઈ. એમ કહી શકાય કે, અરજી લખનાર જે સામે સાહેબને મારત તે બેલ સાહેબ સાચા પાશ્ચાત્ય સ્વભાવ પ્રમાણે એને માટે ઉચે મત બાંધત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com