________________
વિદેશી અને ભારતવર્ષ
રાખતાં પણ આપણને લાજ આવે.
ગેરા લેક જ્યારે મોજમઝા ઉડાવે, ખાય-પીએ ને ખેલે, ત્યારે તે વેળાએ આપણને ત્યાંથી હાંકી મૂકે ને બારણાં વાસી સૌ વાનાં કરે. પણ એવે સમયે મીઠું બેલી, તેને રાછ કરી, સલામ કરી ખૂણાની બારીમાંથી પસી શકીએ, એ રાજસમાજની કંઈક જરા ગંધ મળે તે આહ, કૃતાર્થ થયા ! પિતાને મળેલા આ ગૌરવની આગળ દેશબંધુઓ સાથે સંબંધ એ કે વારે તુચ્છ લાગે. આવી દુર્બળ માનસિક સ્થિતિમાં આ સર્વનાશી સાહેબશાહી દવા-દારૂ પીવે નહિ, તેને અડવું પણ નહિ એજ સૌથી સલામત માર્ગ છે.
બીજું પણ કારણ છે. સાહેબ લેકની કૃપાને માત્ર ગૌરવ માનીને નિસ્વાર્થ ભાવે ભેગાવવી, એ આપણે માટે બહુ કઠણ છે. આપણે રહ્યા ગરીબલક, પેટની ભૂખ માત્ર માનથી ટળે નહિ, એની કૃપા સાથે કંઈક અનાજ મળે એવી પણ આશા રાખીએ. માત્ર “શેકહેડ” નહિ, પણ નેકરીમાં “પ્રમોશનની પણ આશા રાખીએ. સાહેબની દેતી બાંધી બે દહાડા એને ઘેર જઈએ અને ત્રીજે દહાડે
પ્રમોશનની ભીખ માગતાં શરમાઈએ નહિ. એટલે પરિણામે સંબંધ હલકે પડી જાય. એક બાજુએ અભિમાન કરીએ કે સાહેબ અમારી સાથે સમાનભાવે ઉભું રહેતું નથી, બીજી બાજુએ એને બારણે ઉભા રહી ભીખ માગવાનું પણ ચૂકીએ નહિ.
એ સાહેબની પાસે આપણે કોઈ માણસ જાય, તો એ જાણે કે આ કોઈ ઉમેદવાર, અરજદાર કે ઈલકાબને ભિખારી આવ્યો. કારણ કે એની સાથે બીજી રીતે તે બેલવાચાલવાને આપણે સંબંધ નથી. એના ઘરનાં બારણાં બંધ, આપણા ઘરને કારણે પડદા. ત્યારે ભાઈ! આજ પાઘડી અંગરખું પહેરીને સંકેચાતા સંકોચાતા બીતા બીતા આવી સલામ કરી કેમ ઉભા? બેસવાની તે વાત જ જવા દે, ઉભા ઉભા વાત કરતાં જીભ ચોંટે છે, ત્યારે આવ્યા શું કામ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com