________________
રાજનીતિની બેવડી દશા ૧ ને રહેવાની જગા પણ ખૂટે, અને જેમ જેમ સભ્યતા તેમ તેમ જીવનને માટે સામગ્રીઓ પણ વધારે જોઈએ.
એટલા માટે પચીસ કરોડ ભારતવાસીનું ગમે તે થાય, પણ મોટા પગારવાળા ગેરા અધિકારીને પૈસાના ઢગલે ઢગલા આપીને એને “એ જ” ને ખાડે તે ભરી આપ જોઈએ, એટલા માટે સરકારી તીજોરીમાં જે તાણુતાણ થાય તે કર નાખીને પણું પિસા તે ઉભા કરવા જ જોઈએ. પણ એથી જે લેકેશાયરને જરા મુશ્કેલી પડે તે રૂ ઉપર મહેસુલ નાખી શકાય. એને બદલે જાહેર બાંધકામોમાં કંઈક ઘટાડે કરીને અને દુષ્કાળફંડ જપ્ત કરી લઈને પણ કામ ચલાવી લેવાય.
એક બાજુથી ગરા અધિકારીઓનું દુઃખ આંખે જોઈ શકાતું નથી, બીજી બાજુથી લેંકેશાયરને થતું નુકસાન પણ સહન થતું નથી અને આ બાજુએ વળી પચીસ કરોડ અભાગીઆનું દુઃખ પણ ના પાડી શકાય નહિ. ધર્મનીતિ આમ સંકટમાં આવી પડે છે.
અને પછી વર્તમાનપત્રોમાં કોલાહલ થઈ ઉઠે, માળાલૂટયાં પંખીની પેઠે સભામાં લેક કિલબિલ કિલબિલ કરી મૂકે, ત્યારે એ ગેરાને ભારે લાગી જાય.
કામ ન્યાયસર થયું નથી એમ લાગે અને રીતસર કામ કર્યા વિના કલંક ટાળી શકાય એમ નથી; એવી સ્થિતિમાં ધમની વાતે સંભળાવીએ તે વિષમ રાગ કરે. પછી બીજી કંઈ યુક્તિ રહે નહિ ત્યારે ઘુચ્ચે મારવા ઉભે થાય. કેવળ માણસને જ નહિ, ધર્મશાસ્ત્રની ઉપર પણ ઓખ લાલ કરે.
ધારાસભાના મંત્રી અને માતબર સભાસદે છાતી ઠેકીને કહે છે કે, માત્ર ભારતવર્ષની સામે નહિ, પણ અગ્રેજ રાજ્યની ઉપર નજર રાખીને જ્યારે કાયદા કરવા પડે, ત્યારે માત્ર આ દેશને થતા ન્યાય-અન્યાયને વિચાર ક પાલવે નહિ, અને કરીએ તે ટકે પણ નહિ. લેકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com