________________
રાજનીતિની બેવડી દશા ૬૩ આકશ છે તેની મશ્કરી કરીને દબાવી નાખે જોઈએ !
પણ એવું બની શકશે નહિ. તમારી રાજનીતિમાં ધર્મ બુદ્ધિ જે એક સાચો પદાર્થ છે. કેઈ કઈ વેળા તે જીતે, કઈ કઈ વેળા તે હારી જાય, પણ એને સમૂળી મારી નંખાય એમ નથી. આયલડ જયારે બ્રિટાનીઆ પાસે કંઈ હક માગે ત્યારે એ જેમ એક બાજુએ ખૂનની છરીઓ પથરા ઉપર ઘસવા મંડે, તેમ બીજી બાજુએ ઇગ્લાંડની ધર્મબુદ્ધિને પિતાની તરફ ખેંચી લેવાને ઉદ્યોગ કરે. ભરતખંડ જ્યારે પરદેશી ધણીને બારણે પિતાનાં દુઃખ સંભળાવવા જવાની હિંમત કરે, ત્યારે તે પણ અંગ્રેજની ધમબુદ્ધિને પિતાની મદદમાં લેવા પ્રયત્ન કરે.
પણ જ્યાં સુધી પાશ્ચાત્ય પ્રકૃતિની આ સચેતન ધર્મબુદ્ધિ કંઈક પણ જાગતી રહેશે, જ્યાં સુધી તેમના પિતાનામાંજ પોતાના સારાનરસાનો વિચાર કરનારા હશે, ત્યાં સુધી આપણું સભા સામતિઓ વધ્યા જશે, આપણે વર્તમાનપત્ર બેલ્યા જશે. એથી બળી ઉઠેલે જેટલા ધમપછાડા વધારે કરશે, તેટલી જ આપણું ઉત્સાહની અને ઉદ્યમની માત્રા વધી જશે.
(૧૮૯૪)
- ST
-'
છે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com