________________
વિશ્વી અને ભારતવર્ષ
૫૩
જેમ વિના પ્રયાસે ઉંચુ' ચાલે છે, તેમ વિના પ્રયાસે આપણું' માન ઉંચું રાખીને ચાલે, માન મેળવવાને ખુશામત કરતા બીજા પાસે જાય નહિ, ધી ક્ષતિ રક્ષિતઃ એ વાયનું તાત્પર્ય ગ’ભીરરૂપે સમજી લે; જો કે દેશના સા લેક આમ કરી લે એવું માની લઉં એવા ગાંડા તે હું નથીજ, પાણી જેમ ઢાળ તરફ ઢળે, તેમ માણુસ પણ સરળતા તરફ સહેજે ઢળે, એ તે સૌ કોઈ જાણે છે. કેાટપાટલૂન પહેરી, સાહેબને ખારણે ઉભા રહી ચક્ ચપ્પુ અગ્રેજીમાં પેાતાની જાતના તરજુમા કર્યાથી કામ સરળ થઈ જતુ હાય તે લેાક ધીરે ધીરે ફાટપાટલૂન પહેરતા થાય, પેાતાનાં ખાળકાને ઘરની ભાષા ભુલાવી અંગ્રેજીમાં પાપટ કરે ને ભાટ્ટભાંડુને છેડીને એ સાહેબના દરવાનની ભાઈબંધી મધે, એમાં નવાઈ નથી. એ પ્રવાહ રાકવા કઠણ છે, છતાં મનમાં કહેવાનુ તે કહેવુંજ પડે છે; કાઈ સાંભળે નહિ તેય કહેવુ જ પડે છે કે અંગ્રેજને ફળબ્બે ફળ થવાનું નથી, કેળવણીના પાયા દેશી ભાષાએ ચણવાથીજ દેશનું કલ્યાણુ છે; ગેારાની પાસે માન મેળળ્યે કાંઇ ફળ નથી, આપણા મનુષ્યત્વને જાગ્રત કરી ઉઠાડવામાંજ ગૌરવ છે; બીજાને છેતરીને કઢાવી લીધથી કઈ મળતુ નથી, પ્રાણપણે એકનિષ્ઠાથી ભાગ આગ્રેજ કાર્ય સિદ્ધ થાય છે.
શિખાના છેલ્લા ગુરુ-ગુરુ ગોવિન્દસિંહુ બહુ દિવસ એકાન્તમાં રહ્યા, ત્યાં જુદાં જુદાં શાઓને અભ્યાસ કર્યાં, લાંબા વખત સુધી આમૈન્નતિની સાધના સાધી અને પછી એકાન્તમાંથી મહાર આવી પેાતાને ગુરુપદે બેઠા, તેમ આપણામાંથી પણ જે શુરુ થવાના હશે, તેમણે ખ્યાતિ વિનાના એકાન્ત આશ્રમમાં ગુપ્તવાસ કરવા જોઇશે; પરમ ધૈર્યાંથી, ગ'ભીરતાથી દેશદેશનાં જ્ઞાનવિજ્ઞાનથી પેાતાને ઘડવા જોઇશે. સમરત દેશ અનિર્વાચ્ય વેગથી આંધળા થઈ જે આકણુ તરફ દાડચે જાય છે, તે આકષ ણમાંથી યત્ન કરીને પેાતાને દૂર કરી લેવા જોઇશે અને શુદ્ધ સ્પષ્ટરૂપે હિતાહિત જ્ઞાનના વિચાર કરવા જોઇશે. ત્યારપછી મહાર આવીને જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com