________________
*
ભારતધામ -
અને એ આશા પૂરી કરવા માટે અનેક ખાટાણાં ઊભાં કરવાં પડે. વિદેશીઓને જણાવવું પડે કે અમે તમારા જેવા. અને જ્યાં એથી બીજું બહાર પડી જવાને સંભવ હોય ત્યાં જે તે પ્રકારે છાનાંમાનાં થીંગડાં મારવા માટે નાસભાગ કરવી પડે. બાબા આદમ અને બીબી હવાએ જ્ઞાનવૃક્ષનું ફળ ખાધું તે પહેલાં જે દિગંબર વેશે ફરતાં હતાં તે સ્વાભાવિક હોવાથી અતિ સુંદર અને પવિત્ર લાગતાં, પણ જ્ઞાનફળ ખાધા પછી જ્યાં સુધી આ લેકમાં દરજીની દુકાન બેઠી નહિ હોય ત્યાં સુધી તે તેમને સભ્ય સમાજની સભા એમાં પસાર થતી ઠપકાની દરખાસ્તાથી નીચું જેવું પડયું હશે. આપણે પણ આ નવીન પોષાકથી લાજ ઢંકાવાને બદલે ઉઘાડી પડશે. કારણ કે સમસ્ત દેશને ઢાંકવાને માટે દરજી સમાજ હા પાડતું નથી. ઢાંકવા જતાં ઢંકાયા નહિ તે આબરૂના કાંકરા ! જેઓ લેભમાં પડીને સભ્યતા વૃક્ષનાં ફળ ખાઈ બેઠા છે, તેમની જ દશા આપણે જોઈએ તે સુખી થઈએ. કદાચ એ પાશ્ચાત્ય જાણી જાય કે અમે છરીકાંટાથી નહિ, પણ હાથે ખાઈએ છીએ, ટેબલે નહિ, પણ પાટલે ખાઈએ છીએ; એ બીકે તે એમને બિચારાને પડદે બેસી ખાવું પડે છે. “એટીકેટશાસ્ત્રમાં કંઈ પણ ખામી આવે, અંગ્રેજી બેલવામાં જરા પણ ભૂલ આવે છે તેઓ પાપ માને છે અને સંપ્રદાયવાળા પિતપોતામાં પણ સાહેબી દેખાવમાં જરા પણ ખામી આવે તે શમે મરી જાય છે. વિચાર કરતાં જણાઈ આવશે કે, અ-વસ્ત્ર કરતાં આવું અર્ધ વસ્ત્ર વધારે અશ્લીલ છે. શરીર ઢંકાય એમ ન હોય તે પણ ઢાંકવા શરીર ઉપરના ટુંકા વસ્ત્રની ચારે બાજુ ખેંચાખેંચ કરવી ને એમ કરતાં ફુદડી ફરવી એના કરતાં લાજ બીજી કઈ રીતે ઉઘાડી પડી જતી હશે?
નટની પેઠે વેશ બદલી પાશ્ચાત્ય વેશ ધર્યાથી ભેદ ઉલટ વધારે સાલશે. એનું ફળ ધાર્યું નહિ નીવડે ત્યારે બેવડે ઘા લાગશે. ગેરે સાહેબ એક વાર છેતરાઈને પાસે આવશે તે પણ પ્રપંચ સમજાતાં બેવડા જોરથી લાત મારી કાઢી મૂકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com