________________
૪૮
ભારતધામ
આતમાં એ કામમાં બહુ તેજ દેખાય, બે દિવસ પછી એમાં ફાટ પડે, પછી બેડોળ થાય ને પડી મળી જાય. જ્યાં સુધી કંઈ ઘસાવાનું ન હોય ત્યાં સુધી તે આપણે, બાળકે ખેલમાં ગાંડા થઈ જાય તેમ કામમાં ગાંડા થઈ વળગી પડીએ; પણ કંઈક ઘસાવાને જરા પ્રસંગ આવતાં કંઈ ને કંઈ બહાનું કાઢી પિતાપિતાના ઘરમાં જઈ ભરાઈએ. કઈ કારણે આત્માભિમાનને તલમાત્ર વધે આવે કે તરતજ, કામ ભલે ને ગમે તેવું મેટું હોય તે પણ તેને છોડીને આ ચાલ્યા. ગમે એમ થાય પણું કામ શરૂ થયું ના થયું એટલામાં મોટાં મોટાં નામ આપી દઈએ; એટી મેટી જાહેરાતે, ઉજળા ઉજળા રિપટ, ધામધૂમ ને આબરૂ મન માની થાય એટલે આપણે જાણીએ કામ સફળ થયું ને પછી નિરાંતે સોડ તાણીને સૂઈએ. કામમાં ધીરજની, નિકાની ને મહેનતની જરૂર છે, એમાં તે જરાય દિલ લાગે નહિ,
આવું કાચું, દુર્બળ ચરિત્ર લઈને તે આપણે શું જેઈને બહાર આવી ખડા થઈ જતા હે ઈશું?
આ સ્થિતિમાં આપણી ખામીઓ ન સુધારતાં એને ઢાંકવાની ઈચ્છા કરીએ છીએ. અંદર અંદર આપણું દેવ ઉપર વિવેચન કરવા જતાં આપણું ડાહ્યા મેં ઉપર હાથ મૂકી દબાવે છે ને બે લી ઉઠે છે કે, ચૂપ ચૂપ. અંગ્રેજ સાંભળી જશે તે આપણે માટે શું ધારશે?
વળી એ પણ કમનસીબ છે કે, અંગ્રેજની દષ્ટિ પણ અનેક પ્રમાણમાં જડ છે. આપણુમાં કંઈ સારું છે ને જે કંઇ આદરપાત્ર છે તેને પણ તેની જતા નથી. અવ. ગણના છે કે ગમે તે કારણથી છે, પણ તેઓ વિદેશી પડદે તેડીને અંદર જતા નથી, જેવા ઈચ્છતા પણ નથી. તેનું એક જ દાન્ત લઈએ. વિદેશમાં રહીને જર્મન જેમ એકાગ્રતાથી આપણાં સંસ્કૃત શાસ્ત્રને અભ્યાસ કરે છે, તેમ એકાગ્રતાથી આ દેશમાં આવવા છતાં અંગ્રેજ કરે નથી, અંગ્રેજ ભારતવર્ષમાં પેટ ભરે છે, અને દેશને જતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com