________________
વિદેશી અને ભારતવર્ષ
૪૩
અને ઘાટ ઘડાતા સુધી ઘરમાં બેસી રહેવું જ ઠીક છે. બીજ માટીની નીચે ભરાઈ બેસે, ગર્ભ પેટમાં ભરાઈ રક્ષણ પામે, ભણવાને સમયે બાળકને સંસારમાં બહુ ભેળવી દઈએ તે પ્રવીણ મંડળમાં પિતાની ગણતરી થાય, એ દુશ શાએ પ્રવીણ લેકેનું અનુકરણ કરવા જાય ને વહેલે પાકી ઉઠે, એના મનમાં એ એમ જ માને કે હવે હું પ્રવીણ થઈ ગયે છું, પાકી ગયે છું, હવે ભણવાનું કારણ નથી, વિનય રાખવાનું કારણ નથી.
પાંડે પિતાનું મૂળ ગૌરવ મેળવવા પ્રયત્ન કરતા હતા, ત્યારે એમણે ગુપ્તવાસ સ્વીકારી બળ સંઘરવાના પ્રયત્ન કર્યા હતા. સંસારમાં પણ ઉદ્યોગપર્વની પહેલાં અજ્ઞાત વાસપર્વ જરૂર છે.
આપણે પણ જાતને ઘડવા માટે, જાતિને ઘડવા માટે આજે અજ્ઞાતવાસ સેવવાની જરૂર છે.
પણ આપણે કમનસીબ તે એ છે કે, આપણે એકદમ બહાર પડી જવા દેવીએ છીએ. બિલકુલ કાચા ઈંડાને ફાડી આપણે અધીરાઈથી બહાર નીકળી પડયા છીએ, પણ આ કઠણ સંસારમાં કાચા નીકળેલા આ શરીરને પોતાનાં સાધન બહુ કઠણ છે.
આજ પૃથ્વીની રણભૂમિમાં કયા હથિયારે આપણે લડવા ઉભા છીએ? માત્ર ભાષણ ને ઠરાવને હથિયારે ? શું શરીરની ચામડી પહેરી એટલે આપણું રક્ષણ થયું? માત્ર નટવેશથી રક્ષણ થશે? એમ તે કેટલા દિવસ ચાલશે, ને શું ફળ મળશે?
શેખે દિલે એક વાર એમ કબૂલ કરી દીધામાં દેશે કે, હજી આપણું ચરિત્ર જ ઘડાયું નથી? આપણે પક્ષાપક્ષીથી, ઈર્ષાથી અને હલકાઈથી ઘસાઈ ગયા છીએ. આપણે એક થઈ શક્તા નથી, એકબીજા ઉપર વિશ્વાસ રાખી શકતા નથી, આપણામાંથી કેઈને મુખી-નાયક કરવા ઈચ્છતા નથી. આપણે અનેક કામ તે પરપોટાની પેઠે ફૂટી જાય; શરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com