________________
વિદેશી અને ભારતવર્ષ
એ કાંટાનાં મૂળ છે મનમાં એટલે એ કાંટા કાઢવાને એ મનમાં પેસવું પડશે. દેશમાં કાચાપાકા રસ્તા તે બહુ બંધાઈ ગયા છે, ને ગેરા અમલદારો એ રસ્તાઓ પર સર્વત્ર આવ-જા કરે છે, પણ કમનસીબે લેકના મનમાં એ પિસી શકતું નથી. ત્યાં જવું છે તે કંઈક માથું નમાવી પિસવું પડે, પણ એ તે પિતાની પીઠને દાંડે નમાવવા ઈચ્છતે નથી.
તેથી એ ગોરાઓ પિતાના મનને એમ સમજાવવા મથે છે કે, વર્તમાનપત્રોમાં આ જે કડવી કડવી વાતે આવે છે, સભાઓ થાય છે, રાજ્યતંત્ર ઉપર અપ્રિય ટીકાઓ. થાય છે તેની સાથે લેકને કંઈ લેવા દેવા નથી; એ તે માત્ર થોડાક ભણેલાઓના પૂતળી નચાવવાના ખેલ છે. કહે છે કે, અંદર તે સો સારું છે, બહાર જે કંઈક કેલાહલ જણાય છે કે તે એ ચતુર લેકે રંગ માંડે છે, ત્યારે અંદર ઉતરીને જોવાનું કંઈ કારણ નથી; એ ચતુર લેક ઉપર શંકા લાવીને સજા કરી નાખે બધે નિકાલ આવી જશે.
આ જ એ ગોરાઓને દોષ. કઈ રીતે એ ઘરમાં પિસવા ઇચ્છતે નથી; પણ દૂર રહીને, બહાર રહીને, કઈ પણ રીતે અડક્યા વિના તે માણસની સાથે કારભાર થઈ શકે નહિ. જેટલા પ્રમાણમાં દૂર રહે એટલા પ્રમાણમાં એ કારભાર નિષ્ફળ થાય. માણસ કંઈ જડ જંત્ર નથી કે એને બહારથી જ, દૂરથી જ, એળખી લેવાય; ભારતવર્ષ પડયું છે તેય એને હૃદય છે, અને એ હૃદય કંઈ બહાર અંગરખાની બાંહે લટકાવીને નથી ફતું.
જડ પદાર્થને પણ વિજ્ઞાન વડે ઉડે અભ્યાસ કરીને ઓળખીએ તે જ તેની ઉપર સત્તા મેળવી શકાય. મનુષ્ય લેક ઉપર જે સ્થાયી સત્તા ભોગવવા ઈછે, તેણે અનેક ગુણ મેળવવા ઘટે, અને તેમાંય માણસના મનની અંદર ઉતરીને તેની પરીક્ષા કરવાને ગુણ ખાસ કરીને મેળવવા ઘટે. માણસની અંદર ઉતરવાની શકિત એ તે કઠણ શકિત છે.
ગરાઓમાં બહુ બહુ શક્તિ છે, પણ આ શક્તિ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com