________________
વિદેશી અને ભારતવર્ષ
૩૯
લીધી, હિંદુ અમાત્યને મંત્રીપદે સ્થાપ્યા, હિંદુ વિરેને સેનાપતિનાં અગ્રેસરપદ આપ્યાં, કેવળ રાજનીતિએ નહિ, પણ પ્રેમે સમસ્ત ભારતવર્ષને, રાજા પ્રજાને એક કરવા પ્રયત્ન કર્યો છે. પશ્ચિમમાંથી આવેલા પરદેશીઓ આપણા ધર્મમાં હાથ તે ઘાલતા નથી, પણ એ તે પ્રેમને કારણે કે રાજનીતિને કારણે બે વચ્ચે તે આકાશપાતાળને ફેર છે!
એક ઉદાર પુરુષના ઉચ્ચ આદર્શો સમરત પ્રજા ગ્રહણ કરી લે એવી આશા શી રીતે રાખી શકીએ? એટલાજ માટે કહીએ છીએ કે કવિનું સ્વમ સાચું પડવું કઠણ છે. વધારે કઠણ તે એટલા માટે થઈ પડયું છે કે, રાજા પ્રજા બંને આવી મળવાના રસ્તામાં કાંટા ઝીટે છે, રેજ રોજ નવા નવા ઝઘડા ઉભા કરીને મળવાને રસ્તા બંધ કરતા જાય છે.
રાજ્યમાંથી રોજ રોજ આ પ્રેમ ચાલ્યા જાય છે અને પરિણામે લેકના મનમાં શંકા ને અશક્તિ વધતી જાય છે. એનું એક ઉદાહરણ લઈએ. હિંદુ મુસલમાન વચ્ચે વિરોધ રેજરોજ ભયંકરૂપે વધી જાય છે. આપણે છાની છાની વાત કરતા નથી કે આ ઉત્પાતનું મુખ્ય કારણ એ છે કે, અંગ્રેજ આ વિરોધ મટાડવાને જોઈને પ્રયત્ન કરતો નથી? એની રાજનીતિમાં પ્રેમનીતિને સ્થાન નથી, ભારતવર્ષના આ બે મુખ્ય સંપ્રદાયમાં પ્રેમને બદલે ઈષ્ય રેપે છે. જાણી જોઈને નહિ પણ રોપી હોય; પણ અકબરે પ્રેમને આદશે છિન્નભિન્ન થઈ ગએલા ભારતવર્ષને એક કરવાને જે પ્રયત્ન કર્યો હતો, તે પ્રયત્ન કરવાની રાજનીતિ વિદેશીઓમાં નથી અને પરિણામે એ બે જાતિઓનો સ્વાભાવિક વિરોધ એ છે થવાને બદલે વચ્ચે જાય છે. કેવળ કાયદાને બળે બેને એક કહી શકાય નહિ-અંતરમાં પિસવું પડે, વેદના જાણવી પડે, સાચે સ્નેહ રાખવું પડે–પિતે પાસે આવીને બંનેના હાથ ઝાલીને મેળવવા જોઈએ. કેવળ પિલિસ બેસાડયાથી ને હાથકડી ખખડાવવાથી અંગ્રેજ બળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com