________________
વિદેશી અને ભારતવર્ષ એથી આપણાં કામ કરી શકતા નથી, અને આ રિથતિમાં તે કરી શકવાની આશા પણ નથી.
રાજય મેળવવું એમાં ગૌરવ છે ને લાભ છે, રાજય સારી રીતે ચલાવવું એમાં ધર્મ છે ને અર્થ છે; પણ રાજાપ્રજાનું હૃદય મળે ત્યારે જ માહાસ્ય મળે. ભારતની રાજનીતિમાં વિચારવા જે મોટામાં મેટો વિષય આજ છે.
શી રીતે આમ થાય એજ પ્રશ્ન છે. એકે એકે દેખાડી તે દીધું છે કે, રાજાપ્રજા વચ્ચેના જે બધા ભેદે છે, તેથી કામ કથળી જાય છે. કેઈ કઈ ભલે વિદેશી આથી દુઃખ પામે છે ને ચિંતા કરે છે, પણ જે અસંભવિત છે, જે અસાધ્ય છે તેને માટે વિલાપ કરવાથી ફળ શું ?
પણ આ કામ શું સહેલું છે? ભારતને જિતને તેના ઉપર રાજ્ય કરવા માટે જે જે ગુણની જરૂર છે તે ગુણ શું જેવા તેવા હેઈ શકે? એને માટે જે સાહસ, જે ત્યાગની જરૂર છે તે કંઈ એમનાં એમ આવે ? પચીસ કરોડ વિદેશી લેકનાં હૃદય જીતી લેવા માટે જે સહુદયતા જોઈએ તે શું સહેલાઈથી મળી જાય? - ગ્રીસ, ઈટાલી, હંગરી, પિલાંડનાં દુઃખ જોઈને અંગ્રેજ કવિઓનાં હૃદય રડી ઉઠે છે. ભારતને માટે આંસુ પાડવાં તે રહ્યાં, પણું એડવીન આર્નોલડ વગર બીજા કેઈ અંગ્રેજ કવિએ કોઈ પ્રસંગે ભારતને માટે મીઠાં વાક પણ ઉરચાર્યો નથી. પણ સાંભળ્યું છે કે કેન્સરના કેઈ કોઈ કવિએ ભારતવર્ષને પક્ષ લઈને કા કર્યા છે. આથી અંગ્રેજની જે બેદરકારી દેખાય છે તેથી વધારે બીજા કશાથી દેખાતી નથી.
હિંદ અને હિંદીઓ વિષે આજકાલ ઘણુ નવલકથાએ પ્રકટ થાય છે. સાંભળવામાં આવ્યું છે કે આજના ઍલે ઈન્ડિયન લેખકે માં ફિલ્ડિંગ સૌથી પ્રખ્યાત છે. હિંદ સંબંધે જે કથાઓ એણે લખી છે તે વાંચવાનું અંગ્રેજોને બહુ ગમે છે. એ વાતે વાંચીને એડમંડ ગેસ લખે છે કે
આ વાતે વાંચીએ છીએ ત્યારે હિંદની લશ્કરી છાવણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com