________________
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાનો જિનેશ્વદેવ પિતે જ હોય છે, કારણ કે એ તારકના શ્રીમુખે ત્રિપદી ઉચ્ચશયા બાદ, તેના જ આધારે દ્વાદશાંગીની રચના કરાય છે. દ્વાદશાંગીને અર્થથી કહે ભગવાન શ્રી જિનેશ્વરદેવ અને એને શબ્દથી ગુંથે શ્રી ગણધર ભગવાને. દ્વાદશાંગીને અર્થથી કહેનાર અને શબ્દથી કહેનાર-બનેય વ્યક્તિઓ એવી છે કે-દ્વાદશાંગીના એક પણ વચન કે એક પણ વચનના એક પણ ભાગ માટે, તે અવાસ્તવિક હેવાને સંદેહ માત્ર પણ ઉત્પન્ન થઈ શકે નહિ. કેઈ વચન સમજમાં ન આવે તે આપણી ખામી, પણ એ વચનની ખામી તે મનાય જ નહિ. આ કારણે આ સૂત્રને ખૂબ ભક્તિભાવ અને ખૂબ શ્રદ્ધાભાવ સાથે વાંચવું તથા સાંભળવું જોઈએ અને પ્રત્યેક વચનના રહસ્યને પામવાને પરિશ્રમ કરે જોઈએ. આ ક્ષેત્રમાં હાલ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન વિદ્યમાન છે, એટલે આ શાસનમાં રચાયેલી દ્વાદશાંગીઓને અર્થથી પ્રરૂપના તે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જ છે પણ આપણે પહેલાં વિચારી આવ્યા છીએ કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને શ્રી ઈન્દ્રભૂતિજી આદિ અગીયાર ગણધર ભગવાને હતા અને એ દરેકે દરેક ગણધર ભગવાને પોતપોતાની દ્વાદશાંગીની રચના કરી હતી. આમ અગીઆર દ્વાદશાંગીએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં પંચાઈ, પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં એ અગીઆરેય દ્વાદશાંગીઓની પરંપરા ચાલી નથી. પરંપરા તે માત્ર એક જ દ્વાદશાંગીની ચાલી છે. આથી શ્રી ઈન્દ્રભૂતિજી આદિ અગીઆર ગણધર ભગવાને પૈકીના કયા