________________
=
=
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ સંભવ; પણ સમ્યગ્દષ્ટિ આત્મા હેય તે ય તે દ્વાદશાંગીમાંથી કેટલું લઈ શકે? પિતાના જ્ઞાનાવરણુયાદિ કર્મોના ક્ષાપશમાનુસારે ! જીવના સ્વભાવ અને વિભાવને લગતી તથા અજીવના સ્વભાવ અને તેનાં થતાં અવસ્થાન્તરેને લગતી તેમજ જીવે વિભાવથી છૂટીને એકલા સ્વભાવમાં જ રમતા બનવાને માટે શું કરવું જોઈએ, તેની વાત દ્વાદશાંગીમાં હોય. જીવ–અજીવ ક્યાં ક્યાં છે, કેમ કેમ છે, એને કેટલે સંબંધ હોઈ શકે તથા કેટલે સંબંધ ન હોઈ શકે, એ સંબંધ કેવો હોય અને કે ન હોય તેમજ એ સંબંધ બંધાય કેમ અને છૂટે કેમ, એ વિગેરે વાતે દ્વાદશાંગીમાં હોય. દ્વાદશાંગી એટલે સારા ય જગતના ત્રિકાલના સ્વરૂપનું સ્વચ્છ, સ્પષ્ટ અને વાસ્તવિક દર્શન કરવાને અજોડ આરીસે. આપણને જેટલું જોતાં આવડે એટલું આપણે જોઈ શકીએ. જ્ઞાનચક્ષુ જેટલું શુદ્ધ અને આવરણરહિત હોય, તેટલું જ શુદ્ધ દર્શન થઈ શકે. આદરથી વિધિપૂર્વક દ્વાદશાંગીનું અધ્યયન અને શ્રવણ આદિ કરવાથી પણ જ્ઞાનચક્ષુ શુદ્ધ અને આવરણરહિત બનતું જાય છે. આવી મહા પ્રભાવક વિજ્ઞાનમયી દ્વાદશાંગીનું પાંચમું અંગ, તે જ આ શ્રી ભગવતીજી સૂત્ર. પ્રણેતા ગ. ભ. શ્રી સુધર્માસ્વામીજી: : આપણું મૂળ વાત તે એ હતી કે-જે સૂત્રને વાંચવાની
અહીં શરૂઆત કરાય છે, તે સૂત્રના પ્રણેતા કેશુ? એ પ્રણેતા વિશ્વસનીય છે કે અવિશ્વસનીય? એ માટે, આપણે નકકી કરી આવ્યા કે-દ્વાદશાંગીને અર્થથી કહેનાર તે ભગવાન શ્રી