________________
પહેલા ભાગ- શ્રી જિનસ્તુતિ
૧૭
ત્રિપદીમાં જગતના સઘળા ય પદાર્થોના સઘળા ચ સ્વરૂપનો સમાવેશ થઈ જાય છે, માટે જ દ્વાદશાંગીનું મૂળ આ ત્રિપદી છે. આ ત્રિપદીમાં આવતું ન હોય એવું કશું જ દ્વાદશાંગીમાં નથી અને દ્વાદશાંગીમાં એવું એક પણ કથન નથી, કે જે કથનના ભાવનો સમાવેશ આ ત્રિપદીમાં થતા ન હોય. દ્વાદશાંગીના સમસ્ત ભાવનો સમાવેશ ત્રિપદીથી ઓછાં પટ્ટામાં ય થઇ શકે તેમ નથી અને દ્વાદશાંગીના સમસ્ત ભાવને સમગ્ર રૂપે જણાવવાને માટે ત્રિપદીથી વિશેષ પદેાની આવશ્યકતા પણ નથી. આમ છતાં પણુ, શ્રી ગણધર ભગવાનો દ્વાદશાંગીની રચના કરે છે, કારણ કે–ત્રિપદી માત્રમાંથી જગતનાં સઘળાં જ જીવાજીયાદિ બ્યાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, એવી અદ્ભુત ક્ષયે પશમની શક્તિ તા શ્રી ગણધર ભગવાનોના પુણ્યાત્માઓને જ વરેલી હોય છે. શ્રી ગણધર ભગવાનોનાં આત્માઓમાં પણ દ્વાદશાંગીની રચના કરવા જોગી શક્તિ આ ત્રિપદીના શ્રવણુ ચૈાગે જ પ્રગટે છે, કાઈ કહેશે કે તે એ ત્રિદીના શ્રવણથી આપણામાં એવી શક્તિ કેમ પ્રગટતો નથી ? ત્યારે કહેવું પડે કેઅસરકારક વસ્તુની પણ અસર થવામાં ૨-ક્ષેત્ર-કાલ-ભાવ અગત્યનો ભાગ ભજવે છે. ખૂદ ભગવાન પણ તે એની એ જ ત્રિપદી બીજા આત્માઓને કહે, તા જ તે ખીજા આત્માઓમાં શ્રી ગણધર ભગવાનોના આત્માઓ જેવી શક્તિ પ્રગટે નહિ. સામા પાત્રમાં એવી લાયકાત જોઈએ ને? એ દ્રવ્ય, એ ક્ષેત્ર, એ કાલ અને એ ભાવનો ચેાગ ક્યાંથી લાવવા ? શ્રી ગણધર ભગવાનોના આત્માઓએ તા,પૂર્વે, શ્રી ગણધર-નામકમને ઉપાજે લું