________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ નષ્ટ પણ થાય છે અને અપેક્ષાએ ધ્રુવ પણ રહે છે. કોઈ પણ જીવ કે અજીવ દ્રવ્ય માત્ર ઉત્પન્ન થાય છે એમ પણ નહિ, માત્ર વિનષ્ટ થાય છે એમ પણ નહિ, માત્ર ઉત્પન્ન થાય છે તથા વિનષ્ટ થાય છે એમ પણ નહિં, માત્ર ધ્રુવ રહે છે એમ પણ નહિ અને માત્ર ઉત્પન્ન થાય છે તથા ધ્રુવ રહે છે એમ પણ નહિ ! આ જગતમાં જેટલાં દ્રવ્ય વિદ્યમાન હતાં, છે અને રહેશે, તે સર્વ દ્રવ્યોનો સમાવેશ થવું અને અજીવ એમ બે વિભાગમાં થઈ જાય છે. આ જગતમાં જેટલાં જીવ દ્રવ્ય અગર અજીવ દ્રવ્ય અનાદિકાળથી છે, તેટલાં જ જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય આજે છે અને અનન્તાનન્ત કાલ વહી ગયા બાદ પણ વિદ્યમાન રહેવાનાં છે. અનન્તાનન્ત કાલ પૂર્વે જગતમાં જેટલાં જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય હતાં, તેટલાં જ જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય જગતમાં આ સમયે પણ વિદ્યમાન છે અને આ સમયથી અનન્તાનન્ત કાલ વહી ગયા બાદ પણ તેટલાં જ જીવ જો અને અજીવ દ્રવ્ય વિદ્યમાન રહેવાનાં છે. અવિદ્યમાન દી પણ વિદ્યમાન બનતું નથી અને વિદ્યમાન કી પણ અવિવમાનો માનતું નથી. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે-ઉત્પાદ અને વ્યયને સિદ્ધાન્ત ખૂટે છે ? નહિ જ, ઉત્પાદ અને વ્યસનો સિદ્ધાન્ત પણ એટલો જ સાચે છે. દ્રવ્યના પર્યાયે પરિવર્તનની અપેક્ષાએ ઉત્પાદ અને ભય છે. જીનાં અને અજીવન અવસ્થાન્તરે થયા કરે છે અને તેની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય થાય છે, એમ કહેવાય છે. પ્રાચીન અવસ્થા નષ્ટ થાય અને નવીન અવસ્થા ઉત્પન્ન થાય; વળી