________________
*૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પાછી એ અવસ્થા નષ્ટ થાય અને નવીન અવસ્થા ઉત્પન્ન થાય; એમ ઉત્પાદ અને વ્યય થયા કરે, પણ મૂળ દ્રવ્ય તે કાયમનું કાયમ જ રહે, એટલે એ દ્રવ્યની ધ્રુવતા પણ ગણાય. ત્રિપદીમાં જ દ્વાદશાંગી
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો સિદ્ધાન્ત જેમ પદાર્થની સઘળી જ અવસ્થાઓની અપેક્ષાએ છે, તેમ પદાર્થની પર્યાયાત્મક અવસ્થાઓની દષ્ટિએ પણ છે. સઘળા જીવને અને સઘળા અજીવને આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો સિદ્ધાન્ત લાગુ પડે છે. લોકનો કેઈ પણ પદાર્થ આ ત્રિપદી દ્વારા સૂચિત સિદ્ધાન્તોથી પર નથી અને એથી આ સિદ્ધાન્તના જ્ઞાનમાં જગતના જીવાજીવાદિ સઘળા પદાર્થોના પરિપૂર્ણ જ્ઞાનને પણ સમાવેશ થઈ જાય છે. અનન્ત ઉપકારી જ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે જે એકને જાણે તે સર્વને જાણે અને જે સર્વને જાણે તે જ એકને જાણે; કારણ કે એક દ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વાસ્તવિક કેટિનું તથા પરિપૂર્ણ કેટિનું જ્ઞાન ત્યારે જ થાય છે, કે જ્યારે સર્વ દ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વાસ્તવિક કોટિનું તથા પરિપૂર્ણ કટિનું જ્ઞાન થાય છે. આથી તમે સમજી શક્યા હશે કે–ત્રિપદી એ કેટલી બધી મહત્ત્વની વસ્તુ છે અને શ્રી ગણધર ભગવાને જ્યારે શ્રી જિનેશ્વર ભગવાનને “તત્ત્વ શું?”—એવા પ્રશ્નો કરે છે, ત્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવ તે પ્રશ્નોના ઉત્તર તરીકે અન્ય કોઈ પણ નહિ જણાવતાં, આ ત્રિપદીને જ કેમ સંભળાવે છે? આ