Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯
અવસ્થાનો આનંદ માણે છે. સ્વયં અનુભવથી દર્દનું સ્વરૂપ, ચિહ્ન, કારણ, પરિણામ તથા ચિકિત્સા જાણતા હોવાથી તેમના માર્ગદર્શનમાં કોઈ ખામી રહેતી નથી.
સદ્ગુરુએ બતાવેલો ઉપાય રામબાણ જેવો અમોઘ હોય છે. જેમ રામનું બાણ અમોઘ, અચૂક અને અફર હોય છે; તેમ સ્વાનુભૂતિપરિણત ગુરુનાં વચનો પણ રામબાણ જેવાં સચોટ હોય છે. સદ્ગુરુનાં વચનોને યથાર્થપણે ગ્રહણ કરવાથી અચૂક આત્મપ્રાપ્તિ થાય છે. રામબાણ જેવાં લક્ષસાધ્ય અમોઘ, અચૂક, અફર, સફળ ગુરુવચનોથી આત્મા સમજાય છે, મિથ્યાત્વ તૂટી જાય છે અને અતીન્દ્રિય આનંદમય સ્વભાવપરિણતિ પ્રગટ થાય છે. આત્માનુભવી સદ્ગુરુના માર્ગદર્શનનું અનુસરણ કરવાથી આત્મત્ક્રાંતિરૂપ રોગથી મુક્ત થવાય છે. પરંતુ જેઓ આત્મ-અનુભવી નથી એવા અસદ્ગુરુ ઊંટવૈદ્યનો આશ્રય કરવાથી રોગમુક્ત થવાતું તો નથી, પરંતુ રોગવૃદ્ધિની સંભાવના રહે છે. આમ, આ ગાથામાં પ્રયોજેલો ‘સુજાણ' શબ્દ ખૂબ અર્થગંભીર છે.
ગાથા-૧૨૯
1
સદ્ગુરુરૂપી વૈદ્ય શિષ્યની પાત્રતા અનુસાર તેને ઔષધ આપે છે. જેમ હીનાધિક ઔષધ આપવામાં વૈદ્યને કોઈ રાગ-દ્વેષનું કારણ નથી, તે બાળકોને અલ્પ માત્રામાં અને પુખ્ત વ્યક્તિને વધુ માત્રામાં ઔષધ આપે છે; તે પ્રમાણે સદ્ગુરુ શિષ્યોની શક્તિની હીનાધિકતાને લક્ષમાં રાખીને ઔષધરૂપે હીનાધિક સાધન આપે છે, તેમાં સદ્ગુરુને કોઈ પ્રકારે પક્ષપાત હોતો નથી. તેઓ શિષ્યની યોગ્યતા, શક્તિ ઇત્યાદિ અનુસાર તેને સત્સાધન કરવાનું કહે છે.
Jain Education International
કેટલાક લોકોનો એવો આગ્રહ હોય છે કે સદ્ગુરુનું કરવું અને કહેવું સરખું જ હોવું જોઈએ. તેઓ માને છે કે વ્યક્તિત્વ અને વક્તવ્ય જેના સમાન હોય તે જ સદ્ગુરુ બની શકે. પરંતુ ‘સદ્ગુરુનું વ્યક્તિત્વ અને વક્તવ્ય હંમેશાં એકસરખાં જ હોવાં જોઈએ તે વિધાન ખોટું છે. આ વાતમાં ઘણી વિસંગતિઓ છે. ઉદા. તરીકે વૈદ્ય મધુપ્રમેહ(diabetes)ના દરદીને ગળપણ વાપરવાની ના પાડે છે. હવે જો વૈદ્યને મીઠાઈ ખાતાં જુએ તો શું તે દરદી એવી દલીલ કરે ખરો કે ‘તમે પોતે તો મીઠાઈ ખાઓ છો અને મને શા માટે ના પાડો છો? કહો છો જુદું અને કરો છો જુદું!' ના, તેને ખબર છે કે વૈદ્ય બીમાર નથી, હું બીમાર છું. તેમની કરણી અને કહેણી જુદાં પડે તેમાં કશું અયોગ્ય નથી.' તેવી જ રીતે સદ્ગુરુના પણ વક્તવ્ય અને વ્યક્તિત્વ અસમાન હોય તેમાં કશું અયોગ્ય નથી. સદ્ગુરુ જે ભૂમિકા ઉપર છે તેનાથી જીવ ઘણો દૂર છે. સદ્ગુરુ નિરંતર સ્વરૂપની ખુમારીમાં છે, સહજ સમાધિમાં સ્થિત છે. બીમાર જીવને ઔષધ વાપરવાની આવશ્યકતા છે. જીવ આત્માંતિરૂપ રોગના કારણે બીમાર છે, તેથી તેને જે સારવારની જરૂર હોય તે અનુસાર સદ્ગુરુ સત્સાધનરૂપ ઔષધ આપે છે, પણ તે ઔષધની જરૂર સદ્ગુરુને નથી હોતી. તેઓ તો આત્મસમાધિમાં સ્થિત,
For Private & Personal Use Only
www.jainelibrary.org