Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. તેમણે આપેલ માર્ગદર્શનથી આત્મભાંતિરૂપી રોગ અત્યંત સરળતાથી અને સહજતાથી નિર્મૂળ થાય છે, માટે જીવે રોગમુક્તિની યથાર્થ વિધિની ઓળખાણ ગુરુગને પ્રાપ્ત કરવી જોઈએ.
સદ્ગુરુ વિના જીવને આત્મભ્રાંતિનો નાશ કરનાર સદ્ધર્મનો જોગ થતો નથી, પરંતુ કેટલાક જીવો સદ્ગુરુની આવશ્યકતાનો સ્વીકાર નથી કરતા. તેઓ આત્મભાંતિરૂપી રોગના નિષ્ણાત વૈદ્ય એવા સદ્ગુરુ પાસે ઇલાજ કરાવવા નથી જતા. તેઓ નિજમતિકલ્પનાએ શાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ સદ્ગુરુના આશ્રય વિના નિજમતિકલ્પનાએ કરેલા શાસ્ત્રાભ્યાસથી તેમના મિથ્યાત્વ ઉપર ઘા તો નથી પડતો, પણ ક્યારેક તો એને પોષણ મળે છે અને તે વધુ પ્રગાઢ બને છે. આમ, સઘળું શાસ્ત્રાધ્યયન વૃથા જાય છે. નિજમતિકલ્પનાએ શાસ્ત્રાધ્યયન કરતાં શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થાય છે. લૌકિક અભિનિવેશ તો પહેલેથી હતો જ, તેમાં વળી શાસ્ત્રીય અભિનિવેશ ઉમેરાય છે. તેઓ શાસ્ત્રોના મનફાવતા અર્થ કરે છે અને પોતાની ઇન્દ્રિયલોલુપતા, પ્રમાદાદિને પોષવા શાસ્ત્રની આડ લે છે. તેઓ શાસ્ત્રનો ઉપયોગ પોતાનો સ્વાર્થ, પોતાની સગવડ પૂરી કરવા કરે છે, તેથી તેમની બુદ્ધિ વિકૃત બની જાય છે અને તેમની દૃષ્ટિ ઉપર પડળ પર પડળ ચડતાં જાય છે અને તેઓ સતુથી વિશેષ ને વિશેષ દૂર થતા જાય છે. આમ, નિજમતિકલ્પનાએ શાસ્ત્રાધ્યયન થાય તો તેનું પરિણામ ઘણું વરવું આવે છે. તેનાથી આત્મભાંતિરૂપ રોગ નિવૃત્ત તો થતો નથી, બક્કે ઊલટું જ પરિણામ નીપજે છે.
જેમ કોઈ રોગી ગંભીર રોગથી મુક્ત થવા પોતાની મતિકલ્પનાએ વૈદક શાસ્ત્રો વાંચીને ઉપાયો કરે તો તેનો રોગ મટવાને બદલે વધી જવો સંભવે છે, પણ જો તે રોગી કોઈ કુશળ વૈદ્ય પાસે જાય તો અલ્પ પ્રયાસે અને અલ્પ સમયમાં તે રોગમુક્ત થઈ શકે છે. તેવી જ રીતે આત્મબ્રાંતિરૂપ રોગથી દૂર થવા માટે જો કોઈ પોતાની મતિકલ્પનાથી ધર્મશાસ્ત્રો વાંચીને ઉપાયો અજમાવે તો તે રોગથી મુક્ત થતો નથી અને આત્મબ્રાંતિરૂપ રોગ ઘટવાને બદલે વધી જાય છે. જો તે કોઈ અનુભવી સદ્ગુરુ પાસે જાય તો અલ્પ પ્રયાસે અને અલ્પ સમયમાં તે રોગમુક્ત થાય છે.
આત્મભાંતિરૂપ રોગનું કારણ અને તેનો યથાર્થ ઉપાય અનુભવી સદ્ગુરુરૂપ વૈદ્ય જાણે છે, માટે તેમનો આશ્રય લઈ, તેઓ બતાવે તે ઉપાય કરવાથી આ રોગ મટે છે. શરીરના રોગ દૂર કરનાર વૈદ્ય તો અન્ય જીવો ઉપર પ્રયોગો કરી, તેમજ તત્સંબંધી ગ્રંથોનો અભ્યાસ કરીને નિષ્ણાત ચિકિત્સક બન્યા હોય છે; જ્યારે અધ્યાત્મક્ષેત્રે સદ્દગુરુરૂપ સુજાણ વૈદ્ય તો સ્વાનુભવથી નિષ્ણાત બન્યા હોય છે. તેઓ પોતે મિથ્યાત્વરૂપ રોગથી પીડિત દર્દી હતા, ઔષધસેવન કરી તેઓ રોગથી મુક્ત થયા અને હવે નીરોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org