Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
“શ્ર""આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થયો જ નથી. માત્ર તે રૂપે હોવાનો ભ્રમ જીવને થયો છે. આ ભમને તોડવાનો છે. માત્ર આ વિપરીત માન્યતાને તોડવાનું કાર્ય કરવાનું છે. માન્યતા સુધારતાં આત્માનું હિત નીપજે છે અને અદ્ભુત પરિણામ આવે છે.
ઊંધી માન્યતાથી બચવું તે જ સાચું આત્મકલ્યાણ છે. જગતના મોટા ભાગના જીવોને આત્મકલ્યાણની દરકાર જ નથી હોતી. ઊંધી માન્યતાથી બચવા માટે તો વિરલ જીવો જ પ્રયત્ન કરે છે. મૂઢ અજ્ઞાની જીવને ઊંધી માન્યતાથી બચવાનો પ્રયત્ન કરવાનું પણ સૂઝતું નથી. તેને સાચી શ્રદ્ધાનો પ્રયત્ન કરવાની કોઈ પરવા હોતી નથી. તે પ્રત્યેક ક્ષણે ઊંધી માન્યતામાં જ રાચે છે. ઊંધી માન્યતાના કારણે પર્યાયમાં ક્ષણે ક્ષણે આત્માની અનંત શક્તિનો અપ્રાગટ્યરૂપ ઘાત થાય છે. પોતાના આત્માની સાચી ઓળખાણના અભાવે દરેક સમયે આત્માની અનંત શક્તિ હણાય છે. આમ, આત્મભ્રાંતિના કારણે ભયંકર નુકસાન થાય છે.
જીવની ઊંધી માન્યતાના કારણે તેનામાં પ્રતિક્ષણ રાગાત્મક અને ટ્રેષાત્મક પરિણામ નીપજે છે. શરીરમાં એકતા હોવાથી શરીરને અનુકૂળ હોય તેવી સામગ્રીમાં તે રાગ કરે છે અને પ્રતિકૂળ હોય તેવી સામગ્રીમાં તે દ્વેષ કરે છે. અનુકૂળ સંયોગમાં જ સુખ માનીને તે સંતુષ્ટ થઈ જાય છે, રાગમાં લયલીન થઈ જાય છે; અને જ્યાં તેનો વિયોગ થાય છે - પ્રતિકૂળતા આવે છે ત્યાં તે સંતાપ કરે છે, શોકાતુર થઈ જાય છે. કોઈ પણ સંયોગ - સ્ત્રી, પુત્ર, ધન આદિ આત્માને ઉપકારી નથી. તે આત્મીય વસ્તુ નથી, છતાં અજ્ઞાનના કારણે અજ્ઞાની જીવ તેને આત્મીય માનીને ઉપકારી માને છે. બાહ્ય સંયોગોથી જ પોતાને સુખી-દુઃખી માનીને, તેમાં જ રાગ-દ્વેષ કરીને તે દુઃખી થાય છે. શરીરની શાતા ઉપર જ લક્ષ હોવાથી તે ઇન્દ્રિયવિષયોમાં અટકે છે અને પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે.
આત્મભાંતિ એ આત્મરોગ છે અને એ જ ભવભ્રમણનાં દુઃખનું મૂળ છે. પરિભમણનું મૂળ કારણ ભાંતિ છે, મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે, દષ્ટિમાં રહેલું વિપર્યાસપણું છે. બાંતિના કારણે જીવને અનિત્યમાં નિત્યબુદ્ધિ, પરમાં સુખબુદ્ધિ, દેહ તથા રાગમાં અહંબુદ્ધિ થાય છે. જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને તે કર્મભનિત અવસ્થાઓ અને ભાવોને – મનુષ્યાદિ પર્યાય તથા ક્રોધાદિ વિભાવોને પોતાનું સ્વરૂપ માને છે અને તેમાં જ મોહિત થાય છે, તેથી તે સંસારનાં ભયાનક દુઃખો ભોગવે છે. રસ્સીમાં સાપ દેખાય, છીપમાં રૂપું જણાય, કાચના મંદિરમાં શ્વાનને બીજો શ્વાન દેખાય, કૂવામાં જોતાં સિંહને બીજો સિંહ દેખાય તે સર્વ દૃષ્ટિનું વિપર્યાસપણું છે; એ પ્રમાણે અનાત્મમાં આત્મબુદ્ધિરૂપ ભ્રાંતિ તે જીવની વિપરીત દૃષ્ટિ છે. આત્મભ્રાંતિના કારણે જીવ અનંત કાળથી, અનંત ભવથી અપાર દુ:ખ ભોગવી રહ્યો છે અને જો તે આત્મબ્રાંતિને નિવૃત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org