Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯ શરીરમાં જ અહંબુદ્ધિ હોવાથી શરીરનો નાશ થવાનો વખત આવે ત્યારે તેનું મન શરીરને પકડી રાખવા માંગે છે, જાણે તેનો સહારો છીનવાઈ જતો ન હોય! જેને વર્ષોથી તે હું સમજતો હતો તે શરીરને છોડવાનો વખત આવે ત્યારે તેને અત્યંત પીડા થાય છે, ભયંકર બેચેની થાય છે, કારણ કે જે શરીરને તે છોડવા નથી માંગતો, તે શરીર હવે છૂટી રહ્યું છે. મૃત્યુ સમયે પોતાનું માનેલું સર્વસ્વ છોડવાનો પ્રસંગ ઉદ્ભવતો હોવાથી તેને તે વખતે અત્યંત માનસિક તાણ ઊભી થાય છે. આ તાણના કારણે મૂચ્છ પેદા થાય છે તથા એ બેહોશીમાં જ દેહ છૂટી જાય છે અને તેથી પછીના ભવમાં મળેલા દેહમાં તેને તે પ્રમાણે જ અહંબુદ્ધિ થાય છે.
આત્મબ્રાંતિના કારણે જીવ જેમ દેહને પોતાનો માને છે, તેમ તે રાગાદિ વિકારી ભાવોને પણ પોતાનું સ્વરૂપ માને છે. પોતે દેહદેવળમાં બિરાજમાન, દેહથી ભિન, શુદ્ધ, અમલ, અવિકારી, અખંડ, આનંદનો રસકંદ, જ્ઞાનનો ઘનપિંડ, ધ્યાનનું ધ્યેય, જ્ઞાનનું ય, શ્રદ્ધાનું શ્રદ્ધેય ચૈતન્યસ્વરૂપ આત્મા હોવા છતાં તે પોતાને અશુદ્ધ માને છે. તેની વર્તમાન પર્યાયમાં વિકાર છે, તથાપિ તેનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, અમલ છે; પરંતુ ત્રિકાળ અમલ સ્વરૂપને ન જોતાં તેની દષ્ટિ એક સમયની પર્યાય ઉપર જાય છે. વર્તમાન પર્યાય જેવો અને જેટલો હું છું' એવો વિપરીત નિર્ણય તે પોતા વિષે કરે છે. તે પોતાને અપૂર્ણ, અશુદ્ધ, સામર્થ્યહીન, વર્તમાન પર્યાયરૂપ માનીને પ્રવર્તે છે.
આત્મા અમલ - શદ્ધ હોવા છતાં અજ્ઞાની તેને મલિન - અશુદ્ધ માને છે, પણ આમ માનવાથી આત્મવસ્તુ મલિન નથી થઈ જતી. તે તો અમલ જ રહે છે. માત્ર તેની માન્યતા જ મલિન છે. મૂળ વસ્તુ તો જેવી છે તેવી જ છે - શુદ્ધ. તેમાં કોઈ ગરબડ નથી થતી. જીવની માત્ર માન્યતા બગડી છે, આત્મવસ્તુમાં કોઈ બગાડ થયો નથી. તે અશુદ્ધિનો પ્રવેશ અનાદિ-અનંત અખંડ ચૈતન્યતત્ત્વમાં થયો નથી. અનાદિ કાળથી આજ સુધી જીવની માન્યતા બગડી હોવા છતાં પણ આત્મા તો શુદ્ધ ચેતનારૂપે આજે પણ વિદ્યમાન છે, કારણ કે ધ્રુવ આત્મવસ્તુમાં બગડવાનો સ્વભાવ છે જ નહીં. બગડવું કે સુધરવું એ માત્ર માન્યતામાં થાય છે, આત્મવસ્તુમાં આજ સુધી કંઈ જ બગડ્યું નથી અને બગડી શકશે પણ નહીં. માન્યતામાં શુદ્ધિ પ્રગટાવવાનો પ્રયાસ થાય કે ન થાય, આત્મવસ્તુમાં કદાપિ કંઈ બગડતું નથી. જે પણ ભૂલ કે બગાડ છે તે વસ્તુમાં નથી, માત્ર માન્યતામાં જ છે.
જીવે આત્મસ્વભાવને શુદ્ધ કરવાનો પુરુષાર્થ નથી કરવાનો, માત્ર માન્યતા શુદ્ધ કરવાની છે, કારણ કે આત્મસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ જ છે. આત્મા તો સદા દેહથી ભિન, રાગથી ભિન્ન, શુદ્ધ ચેતનારૂપ જ છે. આત્મા ક્યારે પણ દેહરૂપે કે રાગરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org