Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત્મસિદ્ધિ' જેવું સરળ ભાષામાં કૃપાળુદેવે લખ્યું છે તેવું કોઈ શાસ્ત્ર નથી. ..... કૃપાળુદેવે ઘણું, કામ થઈ જાય એવું કહ્યું છે.'
જગતને ભૂલીને જ્ઞાનીને શું કહેવું છે? તેની શોધ કરવા આ આત્મસિદ્ધિશાસ્ત્ર અલૌકિક દષ્ટિએ વિચારવા યોગ્ય છે.”
નાના કદનાં ૧૩૧ પાનાંઓના આ વિવેચનમાં ‘અર્થ’ અને ‘ભાવાર્થ' આપવામાં આવ્યા છે. ‘અર્થ’માં શ્રી અંબાલાલભાઈએ લખેલ સંક્ષિપ્ત ગદ્યાર્થ આપવામાં આવ્યો છે અને ત્યારપછી ‘ભાવાર્થ'માં બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ અર્થવિસ્તાર કર્યો છે. સર્વ શાસ્ત્રના સારરૂપ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અવગાહનમાં અને તેમાં બોધેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવામાં આ વિવેચન મુમુક્ષુઓને સહાયકારી છે. સરળ શૈલીમાં નિરૂપાયેલું આ વિવેચન સુંદર, સચોટ અને અર્થપ્રકાશક છે.
સદ્ગુરુદેવની દઢ આશ્રયભક્તિ પ્રગટે છે ત્યારે શિષ્યનું પોતાનું આગવું કંઈ જ રહેતું નથી. એનું જે કંઈ છે તે સઘળામાં શ્રીગુરુની પ્રતિભા ઝળકે છે. શ્રી બ્રહ્મચારીજીના વિવેચનમાં આ તથ્ય પ્રમાણિત થાય છે. જો કે આ વિવેચનમાં શ્રીમન્નાં વચનો અલ્પ પ્રમાણમાં ટાંકવામાં આવ્યાં છે, તેમ છતાં વિવેચનકર્તાના શબ્દોમાં શ્રીમના બોધની છાયા સાંગોપાંગ ભક્તિભાવપૂર્વક ઊતરેલી જણાય છે. અર્થની પુષ્ટિ માટે ક્વચિત્ શ્રીમનાં તથા શ્રી આનંદઘનજી મહારાજની કૃતિઓમાંથી અવતરણો લીધાં છે, તો ક્યારેક ‘સમાધિશતક', “સમયસાર', ‘આઠ યોગદષ્ટિની સક્ઝાય' આદિ શાસ્ત્રોની ગાથાઓનો આધાર લેવામાં આવ્યો છે. આ વિવેચન એકંદરે સુરેખ અને પદ્ધતિપૂર્વકનું થયું છે.
પ્રસ્તુત વિવેચન અતિસંક્ષેપમાં થયું હોવાના કારણે મૂળ શાસ્ત્રની બધી ગાથાઓનો ભાવાર્થ ઊંડાણથી થઈ શક્યો નથી, જેથી અમુક ગાથાઓના મર્મથી તત્ત્વાભ્યાસી વંચિત રહે છે. જો કે આ લઘુ વિવેચન લખવા પાછળ વિવેચનકર્તાનો આશય માત્ર મુમુક્ષુઓને મૂળ ગ્રંથનો પરિચય મળે તેટલો જ હોવાનું જણાય છે. આ વિવેચન મૂળ શાસ્ત્રનો પ્રારંભિક પરિચય આપતું હોવાથી વિચારબળની વૃદ્ધિ કરાવવામાં અવશ્ય ઉપયોગી નીવડે છે. (૨) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો' - શ્રી કાનજીસ્વામી
ઈ.સ. ૧૯૩૯માં શ્રી કાનજીસ્વામીની રાજકોટ ક્ષેત્રે સ્થિતિ હતી, તે વખતે ત્યાંના મુમુક્ષુઓ દ્વારા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર પ્રવચન કરવા માટે તેમને થયેલી વિનંતી ૧- બોધામૃત', ભાગ-૨, ત્રીજી આવૃત્તિ, પૃ.૨૬૪ ૨- એજન, પૃ.૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org