Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૪
૬૧૩ આત્માર્થી જીવ તેમને સદ્ગુરુ તરીકે સ્વીકારતો નથી, કારણ કે આત્મજ્ઞાન વિનાના ગુરુના આશ્રયે ભવનાશ ન થઈ શકે એમ તે નિશ્ચયપૂર્વક માને છે. તે જાણતો હોય છે કે માત્ર બાહ્ય વેષ કે બાહ્ય વ્રત મુનિપણું બક્ષતું નથી, પણ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન, સદા ઉપયોગવંત અને અવિનાશી એવા શુદ્ધાત્માની અનુભૂતિરૂ૫ આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં જ સાચી મુનિદશા હોય અને તે જ સાચા ગુરુ હોઈ શકે. જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં ત્રણે કાળમાં મુનિપણું હોય નહીં અને એવા આત્મજ્ઞાનવિહીન વ્યક્તિમાં ગુરુપણાની માન્યતા કરવી તે માત્ર કલ્પના છે.
મતાથ જીવ, જેમને માત્ર બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી એમને અથવા આત્મજ્ઞાન વિનાના પોતાના બાપ-દાદાના કુળમાં જે ગુરુ તરીકે પૂજાતા હોય એમને સદ્દગુરુ માને છે, જ્યારે આત્માથી જીવ બાહ્ય ત્યાગ કે કુળને મહત્ત્વ આપવાને બદલે આત્મજ્ઞાન ઉપર ભાર મૂકી, આત્મજ્ઞાનીને જ સદ્ગુરુ માને છે. આમ, ૨૪મી ગાથા સામે ૩૪મી ગાથા કહી છે. સાચા ગુરુનું સ્વરૂપ કેવું હોય તેના યથાર્થ જાણપણાને અહીં આત્માર્થીનું મુખ્ય લક્ષણ કહ્યું છે. સશુરુને ઓળખવાની જવાબદારી આત્માથી ઉપર મૂકી શ્રીમદે આત્માર્થીની આધ્યાત્મિક જાગૃતિનું ઉચ્ચતર પાસું ખુલ્લું કર્યું છે. યથાર્થ વિવેકદૃષ્ટિ અને પરિપક્વ પરીક્ષક બુદ્ધિ વિના સગુરુની ઓળખ શક્ય નથી. સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક આત્મપ્રાપ્તિ વિષે જ યત્ન કરવાનો ઇચ્છુક એવો આત્માર્થી જીવ સદ્દગુરુને ઓળખી, તેમનો આશ્રય ગ્રહણ કરી ભવસંતતિનો છેદ કરે છે.
- સર્વ પ્રકારનાં દુઃખોના આત્યંતિક વિયોગ અર્થે નિજસ્વરૂપનું યથાર્થ જ્ઞાન
R] પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી જીવને પોતાના સાચા સ્વરૂપનું ભાન થતું નથી ત્યાં સુધી તેને રાગ-દ્વેષ થયા કરે છે અને પરિણામે તેનાં દુઃખનો અંત આવતો નથી. સ્વરૂપભ્રાંતિના કારણે, અનાદિથી સ્વસ્વરૂપને નહીં જાણવા-માનવાના કારણે અને પરને પોતાના જાણવા-માનવાના કારણે પરમાં કર્તાપણાના અને ભોક્તાપણાના જૂઠા ભાવો તે સેવતો રહે છે. અજ્ઞાનતાના કારણે તેને પરપદાર્થોમાં સુખ અને સલામતી લાગે છે અને તેથી તે ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ કર્યા કરે છે. અનુકૂળ સામગ્રીમાં તે રાગ કરે છે અને પ્રતિકૂળ સામગ્રીમાં તે દ્વેષ કરે છે. આમ, શરીરમાં થતી અહંબુદ્ધિ અને શરીરાશ્રિત વસ્તુઓમાં થતી મમબુદ્ધિ તેનામાં અનેક પ્રકારની આકુળતા ઉત્પન્ન કરે છે અને તે સતત ફ્લેશમય રહે છે.
સાચું અને શાશ્વત સુખ નિજાત્મામાં છે. જ્યાં સુધી તેની યથાર્થ ઓળખાણ અને શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તે તરફનો પુરુષાર્થ જીવ ફોરવી શકતો નથી. જગતના અનેકવિધ પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની માથાકૂટમાં મશગુલ રહીને જીવ આધિ-વ્યાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org