Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૬
૬૫૩
સંપ્રદાયાદિની મિથ્યા કલ્પનાઓ અને વાડાબંધીના આગ્રહો આત્માને સર્વથા અહિતકારી છે. જીવ ભલે ધર્મસ્થાનકોમાં નિયમિતપણે જઈ, ધર્મગુરુ તથા ધર્મશાસ્ત્રોએ પ્રરૂપેલી અનેકવિધ ધર્મપ્રવૃત્તિઓ કરતો હોય, પણ જો તે આગ્રહાદિ વિપરીતતામાં તણાઈ જઈ, અન્ય ભાવમાં રાચતો હોય તો તે સદ્વ્યવહાર નથી, ધર્મ નથી. તેથી પોતે આગ્રહાદિમાં ન સપડાઈ જાય તે અર્થે તે પોતાનો ઉપયોગ સદૈવ જાગૃત રાખે છે. આથી વિપરીત, મતાર્થી જીવને પોતાના મતની ક્રિયા પ્રત્યે આંધળો રાગ અને અન્ય મતની ક્રિયા પ્રત્યે ભારોભાર દ્વેષ હોય છે. તે પોતાના મતની ક્રિયાને જ સાચી માને છે અને અન્ય મતની ક્રિયાને ધિક્કારે છે. આગ્રહ કરવામાં પોતાની પરિણતિ ક્લેશિત થઈ જાય છે - મૂળ કાર્ય જ ચુકાઈ જાય છે તેની તે ચિંતા નથી રાખતો. મતાર્થી અને આત્માર્થીના ભાવમાં આવી ભિન્નતા હોય છે. મતાથનું વલણ કદાહી હોય છે અને આત્માર્થીનું વલણ પરમાર્થ-ગાહી હોય છે. મતાર્થીને પોતાના મતનું જ પ્રયોજન હોય છે અને તેથી આગ્રહને પોષે છે, જ્યારે આત્માર્થીને સત્નું જ પ્રયોજન હોય છે અને તેથી પરમાર્થને પોષે છે.
આત્માર્થી જીવના અંતરમાં સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવના વર્તતી હોવાથી તેને તત્ત્વ સમજવાની અપૂર્વ જિજ્ઞાસા હોય છે. અંતરમાં ઉત્પન્ન થયેલી આ જિજ્ઞાસાના ફળરૂપે મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ સમજવાની ક્ષમતા તેના જ્ઞાનમાં પ્રગટે છે. જન્મમરણથી મુક્ત થવાના ઉપાય સંબંધિત જિજ્ઞાસા અંદરથી જોર કરતી હોવાથી સત્ય સમજવાનો યોગ્ય અવકાશ મળે છે. ચિત્તનું નિર્મળપણું હોવાથી તે મોક્ષમાર્ગનો યથાયોગ્ય વિચાર કરી શકે છે. આત્મહિત જ તેનું એકમાત્ર પ્રયોજન હોવાથી પ્રયોજનભૂત વિષયમાં તે સૂક્ષ્મદષ્ટિપૂર્વક પ્રવર્તે છે. મતાર્થી જીવમાં આત્મકલ્યાણ માટે આવી તત્પરતા ન હોવાથી તે મોક્ષમાર્ગની સમજ અને તેના પરિણમનથી વંચિત રહે છે. તે એકાંત નિશ્ચયનો કે એકાંત વ્યવહારનો આગ્રહ કરે છે, જ્યારે આત્માર્થી નિશ્ચય-વ્યવહારનો યથાયોગ્ય સમન્વય કરી મોક્ષને સાધે છે.
આત્માર્થી જીવ પરમાર્થપ્રાપ્તિની ભાવના ભાવે છે કે ‘ત્રિકાલાબાધિત પરમાર્થના પંથે ગમન કરી અનંત પુરુષો મોક્ષને પ્રાપ્ત થયા છે, થાય છે અને થશે. મારે પણ આ જીવન પરમાર્થની પ્રાપ્તિ અર્થે ગાળવું છે. પરમાર્થની પ્રાપ્તિ કરવા માટે આ ઉત્તમ અવસર મને મળ્યો છે. હવે હું પ્રમાદ નહીં કરું. પરમાર્થની પ્રાપ્તિ માટે વ્યવહારની ઉપાસના કરું અને તે સદ્વ્યવહાર પરમાર્થને પ્રેરી રહ્યો છે કે નહીં તેની સતત જાગૃતિ રાખું. જો હું શુભ ક્રિયાઓમાં આત્મલક્ષ ન જોડું તો મારી સમગ્ર ક્રિયાઓ નિષ્ફળ જશે અને ચોર્યાસી લાખ યોનિના અવતારોનો અંત નહીં આવે, પણ આત્મલક્ષપૂર્વક કરીશ તો તે બાહ્ય ક્રિયાઓ પણ શોભી ઊઠશે અને મને સ્વાનુભૂતિની શુદ્ધ પરિણતિ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org