________________
ગાથા-૩૮
ઉપર્યુક્ત લક્ષણોના અભાવમાં આત્માર્થિતાનો પણ અભાવ હોય છે.
અનંત કાળમાં અનંત પ્રકારનાં સાધનોનો આશ્રય કરવા છતાં શુદ્ધાત્મા વિશેષાર્થ પ્રગટ્યો નથી. તેના ઉઘાડ માટે સૌ પ્રથમ તેને અનુકૂળ ભૂમિકા તૈયાર કરવી જોઈએ, અર્થાત્ ચિત્તશુદ્ધિ કરવી જોઈએ. જ્યાં વિષય-કષાયાદિ તીવ્ર છે, ત્યાં પરની આધીનતા છૂટતી નથી અને સત્ની આધીનતા સ્વીકારાતી નથી. તે પરના જ વિકલ્પોમાં રાચે છે અને સત્ પ્રત્યે તેને પ્રેમ આવતો નથી, બહુમાન જાગતું નથી, હોંશ આવતી નથી, ઉમળકો આવતો નથી. આત્માર્થિતાના અભાવે જીવ અનંત ગુણના ભંડાર એવા નિજ શુદ્ધાત્મા પ્રત્યે દુર્લક્ષ કરે છે, તેની વિરાધના કરે છે, જેના ફળરૂપે તે અનંત કાળ પર્યંત નરક-નિગોદમાં રઝળપાટ કરે છે. તેથી જીવે સૌ પ્રથમ પોતામાં આત્મપ્રાપ્તિની યોગ્યતા પ્રગટાવવી ઘટે છે. જે જીવ પોતામાં આત્માર્થિતા પ્રગટાવે છે, તેને આત્મા પ્રાપ્ત કર્યા વિના ચેન પડતું નથી અને તે આત્મા પ્રાપ્ત કરીને જ જંપે છે. આત્માર્થિતા પ્રગટતાં આધ્યાત્મિક જીવનની ઇમારતનો પાયો મંડાય છે અને સમકિતની સ્પર્શનાથી આ ઇમારતનું ચણતર શરૂ થાય છે, જેના પરિણામે મુક્તિમહેલની પ્રાપ્તિ થાય છે.
૬૭૫
આત્માર્થિતાનું પ્રગટીકરણ તથારૂપ ગુણોને ધારણ કરવાથી થાય છે. જો જીવ તથારૂપ ગુણો ધારણ કરે તો આત્માર્થિતાનો તો સ્વભાવ જ એવો છે કે તે પોતાનું નિવાસસ્થાન તે જીવના અંતરમાં બનાવી દે. સમુદ્રની લાયકાત જોઈને જેમ નદી પોતાનું જળ તેમાં ભરી દે છે, તેમ જીવ જો તથારૂપ ગુણો ધારણ કરે તો આત્માર્થ તેનામાં નિવાસ કરે છે. તથારૂપ ગુણો પ્રગટતાં જીવ આત્માર્થી બને છે, માટે જીવે તેવા ગુણો કેળવવા ઘટે છે. તે ગુણો કેળવ્યા વિના ધર્મક્રિયાની વાસ્તવિક ફલશ્રુતિ નથી. આત્માર્થી જીવને કેવા ગુણો પ્રગટ્યા હોય છે, અર્થાત્ આત્માર્થી જીવનું સહજ પરિણમન કેવું હોય છે તે પ્રસ્તુત ગાથામાં બતાવેલાં લક્ષણોના આધારે સમજીએ. દરેક જીવે આ લક્ષણો ઇચ્છારૂપે, પ્રયોગરૂપે કે સ્થિરતારૂપે પોતાના વિષે છે કે નહીં તે વિચારવું ખૂબ અગત્યનું છે.
(૧) ‘કષાયની ઉપશાંતતા'
ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો પાતળા પડવા, ઉપશમ થવા, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી અથવા તેને વાળી લેવાય તેવી આત્મદશા થવી તે ‘કષાયની ઉપશાંતતા'રૂપ આત્માર્થાનું પ્રથમ લક્ષણ છે.
Jain Education International
ક્રોધ કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન ક્ષમાનો જીવની દશામાં અભાવ થઈ જાય છે. ક્રોધ ઉત્પન્ન થતાં વિવેક લુપ્ત થતો હોવાથી ક્રોધી વ્યક્તિ શાંત ન
For Private & Personal Use Only
www.jainelibrary.org