________________
ગાથા-૪૧
૭૨૩
પદ્ધતિના કારણે તેને રાગમાં આકુળતા જણાય છે. તેને વિશ્વાસ આવે છે કે આનંદનો અગાધ સમુદ્ર પોતાનામાં જ ભર્યો છે. આમ ફરી ફરીને, મંથન કરી કરીને, પોતાના આત્મા સંબંધીના નિર્ણયને તે પાકો કરે છે.
પહેલાં જીવ પ૨વસ્તુમાં અને રાગમાં અહંબુદ્ધિ કરતો હતો, તે હવે વિચાર દ્વારા પોતાના ચૈતન્યપુંજમાં અહંબુદ્ધિ કરતો થાય છે. ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, બુદ્ધ છું' એવા નિર્મળ વિચારો કરે છે. તેની વિચારધારા ક્ષણે ક્ષણે આત્મસન્મુખ થતી જાય છે. શાસ્ત્રવાંચન, સદ્ગુરુબોધ તથા અંતરમાં પોતાના જ્ઞાનવિચારના ઉદ્યમ વડે તેને પોતાનું આત્મજ્ઞાનરૂપી કાર્ય કરવાનો હર્ષ અને ઉત્સાહ હોય છે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી આત્મસ્વભાવના મહિમાપૂર્વક ઊંડા તત્ત્વવિચારનો ઉદ્યમ કર્યા જ કરે છે. સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાસહ નીકળેલો આત્માર્થી જીવ સદ્ગુરુના બોધના આધારે યથાર્થ તત્ત્વનિર્ણય કરીને પોતાના ઉપયોગને શુદ્ધ સ્વભાવ તરફ વાળતો જાય છે. પોતાનાં જ્ઞાન, ઉત્સાહ, શક્તિ પોતાના સર્વસ્વ વડે આત્માર્થ સાધવા તત્પર થાય છે. જેમ જેમ તેને આત્માનો મહિમા ભાસતો જાય છે, તેમ તેમ જગતના પદાર્થો પ્રત્યે તે ઉદાસીન થતો જાય છે. તેની રહેણીકરણી તથા વિચારધારા એક આત્મવસ્તુ તરફ જ કેન્દ્રિત થતી જાય છે. તે પોતાના પરિણામને વારંવાર આત્મસન્મુખ વાળવા પ્રયત્ન કરે છે. તેને આત્મા સિવાય બીજે બધે નીરસતા લાગે છે. તે દર્શન-પૂજન, સ્વાધ્યાયચિંતન, ગુરુસેવા, દયા-દાન વગેરે કાર્યોમાં જ રત રહે છે અને તેમાં પણ પોતાને આત્મા કઈ રીતે સમજાય, તે જ મુખ્ય ધ્યેય હોય છે અને તેવી આત્મજાગૃતિપૂર્વક તે સતત પુરુષાર્થ કરે છે.
આત્માના ચિંતનમાં તેને આનંદતરંગ ઊઠે છે અને તેના રોમે રોમ ઉલ્લસિત થાય છે. જો કે હજી સવિકલ્પદશા છે, છતાં તેને સ્વભાવના મહિમાનું લક્ષ વધતું જાય છે અને તે શુદ્ધ સ્વરૂપના લક્ષે અધિકાધિક સ્વભાવ તરફ આગળ ને આગળ વધતો જાય છે. આત્મસાધનાના પંથે તેનો પુરુષાર્થ વેગ પકડે છે. તે હવે સ્વભાવને પકડવા માટે એકાંતમાં શાંત ચિત્તે વારંવાર અંતર્મંથન કરે છે એક જ વિચારની ધૂનમાં રહે છે, ‘અહો! મારી ચૈતન્યવસ્તુનો કોઈ અચિંત્ય અને અપૂર્વ મહિમા છે. એની નિર્વિકલ્પ પ્રતીતિને રાગનું કોઈ આલંબન નથી. પૂર્વે અનંત વાર શુભ ભાવો કર્યા છતાં આ ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી. રાગથી ૫૨ એવી આ ચૈતન્યવસ્તુ એવી અદ્ભુત ચીજ છે કે જેની સન્મુખ થવાના વિચાર પણ અપૂર્વ શાંતિ આપે છે, તો તેનું સાક્ષાત્ વેદન કેવું હશે!' આમ, અત્યંત પ્રેમપૂર્વક નિજચૈતન્યવસ્તુને મેળવવા તે પુરુષાર્થ કરે છે અને પોતાના મનનાં બધાં પરિણામને શાંત કરીને તે આત્મભાવનામાં એકાગ્ર થાય છે. આ રીતે પોતાના જ્ઞાનસ્વભાવનો સર્વ પ્રકારે નિશ્ચય કરીને તે જગતના સર્વ પદાર્થોથી
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org