Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 775
________________ ૭૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, જે આત્માર્થી જીવને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રગટે છે તેમને પછી તેનાથી વિપરીત સ્વભાવવાળા એવા ભાવોની રુચિ થતી નથી, તેવા ભાવો તેમને ચિત્તમાં રાખવા પણ ગમતા નથી અને તેવા ભાવોમાં તન્મયપણું પણ થતું નથી. ૧ આત્મજ્ઞાનીને જ્યારે અન્ય ભાવોમાં વર્તવાનું બને છે ત્યારે તેમને તેવા અન્ય ભાવો પ્રત્યે અંતરથી રુચિ થતી નથી અને તેવાં કાર્યો અવશપણે કરવાં પડે તો પણ તેમાં તન્મય થઈને તેઓ તે કાર્યો કરતા નથી. જ્ઞાનભાવનું અને રાગભાવનું ભિનપણું તેમને સ્વસંવેદનથી ભાસે છે. તેમના અંતરમાં પ્રજ્ઞાનો પ્રકાશ થતાં જગતના સમસ્ત પદાર્થો અને ભાવો પ્રત્યે તેમને ઉદાસીનતા પ્રગટે છે. તે ઉદાસીનતા ક્રમશઃ વિકાસ પામતી પામતી નિર્વાણપદની પ્રાપ્તિમાં સહાયકારી થતી જાય છે. નિજજ્ઞાનનું માહાત્મ જ એવું છે કે જે પ્રગટતાં જ્ઞાનીને જગતના કોઈ પણ પદાર્થ, પ્રસંગ કે વૈભવ આંતરિક રુચિ ઉપજાવી શકતા નથી. સમ્યગ્દર્શન સાથેનું સ્વસંવેદનજ્ઞાન અતીન્દ્રિય હોય છે, તેથી તે જ્ઞાનમાં પરમ સૂક્ષ્મતા આવી જાય છે. ચૈતન્યના ગંભીર ભાવોને તે જ્ઞાન પકડી લે છે અને તેથી તે મોહનો નાશ કરવા સમર્થ બને છે. કોઈ પરભાવોથી કે સંયોગોથી આ જ્ઞાન દબાતું નથી, પણ તે છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે. સ્વાનુભૂતિ થતાં જ્ઞાન અને રાગની એવી ભિન્નતા થાય છે કે તે હવે એક થતાં નથી. જ્ઞાનીનું જ્ઞાન રાગ સાથે એક થઈને પરિણમતું નથી. પુરુષાર્થની નબળાઈના કારણે જ્ઞાનીને રાગ થઈ જાય છે, પણ તેને તેઓ ઝેર માને છે, દુઃખ માને છે, હેય માને છે. તેને નિંદે છે, પ્રજ્ઞાછીણીનો ઘા કરી તેને હણે છે. તેઓ ચૈતન્યના સ્વાદના બળે રાગાદિ સમસ્ત પરભાવોને જુદા જાણે છે, અનાદિથી જે વેદન રાગમાં કદી આવ્યું ન હતું, એવું નવીન વેદન ચૈતન્યસ્વાદમાં આવે છે. આવા વેદનપૂર્વક પર્યાયમાં જે ચૈતન્યધારા પ્રગટે છે તેમાં રાગ અને જ્ઞાન અત્યંત સ્પષ્ટ અને જુદાં જણાય છે. રાગ સાથેનો સંબંધ જ્ઞાની છોડી દે છે, એટલે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, નિયમસાર', ગાથા ૯૭ (ગુર્જરાનુવાદ સહિત) ‘णियभावं णवि मुच्चइ परभावं णेव गेहए केइं । जाणदि परसदि सव्वं सोहं इदि चिंतए णाणी ।।' ‘નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે-જુએ જે સર્વ, તે હું-એમ જ્ઞાની ચિંતવે.” ૨- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', નિર્જરા દ્વાર, સવૈયા ૪૪ 'जे निज पूरब कर्म उदै सुख भुंजत भोग उदास रहेंगे । जो दुख में न विलाप करै निखरै हिए तन ताप सहेंगे । है जिन के दृढ़ आतम ज्ञान क्रिया करिके फल को न चहेंगे । ते सुविचक्षन ज्ञायक हैं तिनको कर्त्ता हम तो न कहेंगे ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790