Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 781
________________ ૭૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' – વિવેચન અર્થે મોક્ષમાર્ગમાં મુખ્ય પ્રયોજનભૂત એવી આત્માનાં છ પદની દેશના શ્રીમદે ગુરુશિષ્યના સંવાદરૂપે અહીં સરળ ભાષામાં રજૂ કરી છે. સર્વ કક્ષાના વિચારકોને સુગમ અને ગ્રાહ્ય બને તે અર્થે શ્રીમદે સંવાદપદ્ધતિનો ઉપયોગ કર્યો છે. કોઈ પદર્શનનો અભ્યાસી એવો શિષ્ય છએ દર્શનોના સિદ્ધાંતોમાં નિપુણ એવા સદ્ગુરુને શોધીને, તેમની પાસે પોતાની આશંકાઓ રજૂ કરી સમાધાન મેળવે - એવી શંકા-સમાધાનની રોચક અને અસરકારક સંવાદપદ્ધતિ શ્રીમદે અહીં યોજી છે. તત્ત્વજિજ્ઞાસુની સર્વ મૂંઝવણ ટળી જાય તે હેતુએ ન્યાય-યુક્તિથી તેમણે છ પદની દેશના પ્રકાશી છે. યથાર્થ મોક્ષમાર્ગની શરૂઆત આત્માનુભૂતિથી થાય છે. આત્માનુભૂતિ વિશેષાર્થ રાજ કરવાનું પ્રયોજન જ મુખ્ય હોવાથી સાધકને એકમાત્ર આત્માનુભૂતિ જ ઇષ્ટ છે. આત્માનુભૂતિ કરવાનો ઉપાય તત્ત્વવિચાર છે. આત્માનુભૂતિરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે જેનું જ્ઞાન આવશ્યક છે તેને પ્રયોજનભૂત તત્ત્વ કહેવાય છે. તેના સંબંધમાં કરવામાં આવતો વિકલ્પાત્મક પ્રયત્ન તત્ત્વવિચાર કહેવાય છે. હું કોણ છું?', ‘પૂર્ણ સુખ શું છે?', ‘હું તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરું?' “જીવતત્ત્વ મોક્ષતત્ત્વરૂપ કઈ રીતે પરિણમે?' ઇત્યાદિ પ્રકારના વિચારોનું મંથન આત્મહિતાભિલાષી મુમુક્ષુએ નિરંતર કરવા યોગ્ય છે. આ વૈચારિક પ્રક્રિયા એ જ તત્ત્વવિચારની શ્રેણી છે. આ તત્ત્વવિચારના આધારે આત્મસ્વરૂપનો નિર્ણય કરવાથી વર્તમાન જાણપણું પરમાં ન રોકાતાં સ્વ તરફ વળે છે. યથાર્થ તત્ત્વનિર્ણયથી જ્ઞાન અંતરમાં ઢળે છે. ઉપયોગ અંતર્મુખ થતાં પર સાથેની એકતા તૂટી જાય છે અને આત્માનુભવ થાય છે. આમ, તત્ત્વના વિચારમાં ચિત્ત જોડવાના અભ્યાસથી મન વિશ્રામ પામે છે અને આત્મિક રસનો સ્વાદ ઊપજે છે, જેને અનુભવ કહે છે. ૧ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં છ પદનું પરિજ્ઞાન મૂળભૂત છે. આ છ પદનો જેમ જેમ વિચાર કરવામાં આવે છે, તેમ તેમ વિવેકજ્ઞાન અંતરમાં જાગૃત થાય છે અને વસ્તુસ્વરૂપનો નિઃશંક નિર્ધાર થાય છે. સાધકને પોતાના મૂળ શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન પ્રગટતું જાય છે. આ છ પદના યથાર્થ બોધથી સાધક સુવિચારની શ્રેણીએ ચડીને પોતાની અજ્ઞાનરૂપી સ્વપ્નદશાનો નાશ કરે છે અને તેનો આત્મા જાગૃત થાય છે. દિવ્ય જીવન જીવવાની યથાર્થ દૃષ્ટિની તેને પ્રાપ્તિ થાય છે. સમ્યફ નેત્ર પ્રાપ્ત થવાથી સાધકને પોતાના આત્માના સાચા સ્વરૂપનું યથાર્થ ભાન પ્રગટે છે અને આવો પ્રબુદ્ધ સાધક ક્રમે કરીને મોક્ષદશા પ્રાપ્ત કરે છે. તેથી અનાદિનું અજ્ઞાન ટાળવામાં તત્ત્વવિચાર ૧- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', ઉત્થાનિકા, દોહા ૧૭ 'वस्तुबिचारत ध्यावतै, मन पावें विश्राम । રસ સ્વાવત સુરત પળે, અનુમો યા નામ !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 779 780 781 782 783 784 785 786 787 788 789 790