Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૧
૭૨૯ રાગ થવાના સમયે પણ પોતે તો તેનાથી જુદા જ રહે છે. તેઓ પોતાના ચૈતન્યભાવમાં રાગના કોઈ પણ અંશને ભળવા દેતા નથી. ‘રાગનો અંશમાત્ર પણ મારો નથી, હું તો એક ચૈતન્યરસથી ભરેલો છું, સર્વ પ્રદેશે શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પૂંજ છું' એમ તેઓ જાણે છે અને ચૈતન્યસ્વભાવનો જ આદર અને આશ્રય કરે છે, તેથી તેમને ક્ષણે ક્ષણે ધર્મ થાય છે. ચૈતન્યસ્વભાવને સ્વીકારનારાં તેમનાં શ્રદ્ધા-જ્ઞાન તે રાગાદિ પરભાવોથી જુદાં ને જુદાં રહે છે અને તે અંતરના આનંદ અને અનંત ગુણની નિર્મળ પરિણતિ સાથે એકરસપણે પરિણમે છે. જ્ઞાની રાગાદિથી એકતા નહીં કરતા હોવાથી રાગ ટકી શકતો નથી અને તેથી નષ્ટ થઈ જાય છે. સ્વભાવ તરફનું જોર વધતું જાય છે અને રાગાદિ ટળતા જાય છે.
આત્મજ્ઞાનનો આવો અપરંપાર મહિમા છે. રાગ હોવા છતાં પણ રાગથી ભિન્ન પરિણમતું આ જ્ઞાન જીવને મોક્ષ સુધી પહોંચાડે છે. સ્વભાવપરિણમનના જોરે જ્ઞાનીને એવી નિઃશંકતા આવે છે કે હું મુક્તિપુરીનો પ્રવાસી થયો છું. અલ્પ કાળમાં મારી મુક્ત દશા ખીલી જશે, અલ્પ કાળમાં વિકારનો સંપૂર્ણ નાશ કરીને અને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ કરીને હું સિદ્ધ થઈશ.' તેમનું પરિણમન ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ ચાલે છે. તેઓ રાગથી ભિન્ન એવા જ્ઞાનમય નિજસ્વભાવને જ સ્વતન્તપણે અનુભવતાં તેનો વિસ્તાર કરે છે, તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરે છે; તેમાં શુદ્ધતાની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. આત્મજ્ઞાનના બળે મોહનો ક્રમે કરીને સંપૂર્ણ ક્ષય થતાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે અને અનંત સુખમય નિર્વાણપદમાં જીવ સ્થિતિ કરે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
‘આ સમ્યગદર્શન - આત્મજ્ઞાનરૂપ સૂક્ષ્મ બોધપ્રકાશનું ફલ મોહનાશ છે. એટલે કે ત્યાં દર્શનમોહ - વસ્તુદર્શન સંબંધી મોહ - ભ્રાંતિ નાશ પામે છે અને વસ્તુનું યથાવત્ જેમ છે તેમ સમ્યગદર્શન થાય છે. અને દર્શનમોહનો નાશ થતાં પછી નિરાધાર નિરાલંબ એવો ચારિત્રમોહ પણ અનુક્રમે અવશ્ય ક્ષય પામે છે, આમ પ્રાંતે - “જે જ્ઞાને ક્ષય મોહ થઈ', “પામે પદ નિર્વાણ'.”
આમ, આત્માર્થી જીવ મિથ્યાત્વને હણવા કમર કસે છે. તેને અજ્ઞાનથી મુક્ત થવું હોય છે. આત્મપ્રાપ્તિનો ઉપાય સગુરુ દ્વારા જાણી, તેનું રહસ્ય ધ્યાનમાં લઈ, સુવિચારણાનો નિરંતર અભ્યાસ કરે છે. જેના પરિણામે દર્શનમોહનો રસ ઘટી જતાં અનાદિનું અજ્ઞાન ટળી જાય છે અને આત્મપ્રાપ્તિ થાય છે. હું અનંત ઐશ્વર્યવાન ત્રણ લોકનો નાથ ચૈતન્યપદાર્થ છું' એવી ભેદજ્ઞાનની ભાવના કરતાં તરૂપ પરિણમી જાય છે અને અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. પરંતુ જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org