________________
ગાથા-૪૧
૭૨૧
જ સ્વવિવેકના પ્રાગટ્યનો સરળતમ માર્ગ છે. શ્રી જિનવરપ્રણીત શાસ્ત્રો ઉપકારી છે, પરંતુ જે જીવમાં વિવેકની શૂન્યતા અથવા મંદતા છે, તેને શાસ્ત્ર યથાર્થપણે સમજાતાં નથી. તેમાં આવતાં વિરોધાભાસી કથનોથી તે મૂંઝાઈ જાય છે, તેથી તેમાંથી માર્ગ મળી શકતો નથી. જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુની એ મહત્તા અને પરમ ઉપકારિતા છે કે તેઓ પરમશ્રત છે, તેમની અપૂર્વ વાણીમાં કોઈ નય દુભાતો નથી, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ પરિજ્ઞાન કરી તેઓ જણાવે છે, તેથી તેમના બોધના દઢ આશ્રયે નિઃશંકપણે અને નિર્ભયપણે આત્મકલ્યાણના પંથે આગળ વધી શકાય છે. તેથી જ આત્માર્થી જીવ સદ્ગુરુના અમૃત સમાન શાંતરસપ્રધાન સબોધની વિચારણા અને આરાધના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સન્દુરુષાર્થ કરે છે.
સત્પાત્રદશાવાન આત્માર્થી જીવને જ્યારે આત્મસ્વરૂપનો બોધ સદ્ગુરુમુખેથી શ્રવણ કરવાનો સુઅવસર સાંપડે છે ત્યારે તેને અપૂર્વ ભાવ જાગે છે અને અંતરમાં ઉમળકો આવે છે. આત્મસ્વરૂપનું વર્ણન સાંભળતાં પોતાનામાં પણ તેવો જ સુખ, શાંતિ, આનંદ અને પ્રભુતાનો ચૈતન્યખજાનો ભર્યો છે એવી ખાતરી થતાં તે ઉલ્લસિત થઈ જાય છે અને પોતાના આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગે છે. કલ્યાણકારી બોધ વડે આત્મસ્વરૂપ સમજાવનાર સદ્દગુરુનો અનહદ ઉપકાર તેને લક્ષગત થાય છે. પોતાના આવા આત્મસ્વરૂપને અનુભવવાની તેને લગની લાગે છે. તેને આત્માનો અપાર મહિમા ભાસે છે અને આત્માનો અપૂર્વ આનંદ અનુભવવા તે ઉત્સુક થાય છે.
આત્માના ખરા મહિમાપૂર્વક તે સુવિચારણાનો અભ્યાસ આદરે છે. ‘હું કોણ? પર કોણ? મારું હિત શું? મારું અહિત શું?' - આદિ વિષયો ઉપર તે ગૂઢ ચિંતન કરે છે. તેને આત્માનો રસ પીવાની એવી ધગશ લાગે છે કે આત્માર્થની સિદ્ધિમાં બાધક એવાં અહિતકારી પરિણામોને તે મક્કમતાપૂર્વક છોડે છે. ‘આત્માનું સ્વરૂપ શું? લક્ષણ શું? કાર્ય શું?’ તેનો વિચાર કરીને તે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે. સદ્ધોધની વિચારણાથી તેની વિપરીત માન્યતા દૂર થાય છે અને તેને સમજાય છે કે “જેવું શુદ્ધ ચિતૂપ સર્વજ્ઞ ભગવાને જોયું, જાણું, અનુભવ્યું, પ્રકાશ્ય; તેવું જ શુદ્ધ ચિતૂપ પરમકૃપાળુ સદ્ગુરુએ જોયું, જાણું, અનુભવ્યું, પ્રકાશ્ય છે અને મારું મૂળ સ્વરૂપ પણ તેવું જ છે. હું એક, અરૂપી, શુદ્ધ, શાશ્વત, અચિંત્ય, અનંત ગુણોથી ભરેલો, માત્ર જાણવાજોવાવાળો, પરથી ભિન્ન અને સ્વથી અભિન, સ્વતંત્ર, સ્વાધીન, સત્ એવો આત્મા છું. આ સિવાય મારું કંઈ નથી. અત્યારે દેહાકારે દેહરૂપી ઘરમાં છું, છતાં મારે અને દેહને કશી લેવા-દેવા નથી. તે જુદો અને હું જુદો. અમે બન્ને ત્રિકાળ વિજાતીય દ્રવ્યો છીએ. દેહ અનંત પરમાણુઓનો પિંડ, અનિત્ય સ્વભાવવાળો; જ્યારે હું એક સ્વતંત્ર સ્વાધીન ચૈતન્યમૂર્તિ નિત્ય સ્વભાવવાળો. ત્રણે કાળમાં ક્યારે પણ દેહ અનિત્ય મટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org