________________
૭૨ ૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નિત્ય નહીં થાય અને હું નિત્ય મટી અનિત્ય નહીં થાઉં. હું કર્તા-ભોક્તા મારા સ્વભાવનો, મારા ગુણોની ક્રિયાનો; પણ પરનો કે પરના ગુણોની ક્રિયાનો તો નહીં જ. તેવી જ રીતે પર પણ મારા સ્વભાવ કે ગુણોની ક્રિયાનો કર્તા કે ભોક્તા ન બની શકે. આ જ યથાર્થ છે. આ જ મારે માન્ય છે. તેનાથી વિપરીત કલ્પના, માન્યતા તે સર્વ ભ્રમ છે, મિથ્યા છે. જ્ઞાનાદિ સ્વગુણો સહિત અને અન્ય સર્વ પદાર્થોથી ભિન્ન, કર્મ-નોકર્મથી જુદો, રાગાદિ વિકારી ભાવોથી પણ જુદી જાતનો એવો શુદ્ધ ચૈતન્ય, આનંદકારી, અનંત ચૈતન્યલક્ષ્મીવાન હું છું' - એમ નિજસ્વરૂપની વિચારણામાં તે ઊંડો ઊતરતો જાય છે. નિશદિન એક ચિદાનંદ, વિજ્ઞાનઘન સ્વભાવનું ઘોલન જ તેનું ધ્યેય બની રહે છે. પોતાની ચૈતન્યવહુના ઊંડા ચિંતન દ્વારા નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો તે પ્રયત્ન કરે છે.
આત્માર્થી જીવ જ્ઞાયકસ્વભાવના લક્ષે સુવિચારધારામાં, સ્વરૂપધ્યાનમાં સ્થિત રહેવા માટે ઉદ્યમી થાય છે. તે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે. તે વિજ્ઞાનઘન સ્વભાવને લક્ષમાં લઈ; પોતાને જડ શરીર, બાહ્ય સંયોગો, સ્ત્રી, પુત્ર, મિલકત આદિ નો કર્મોથી ભિન્ન જાણી; તે સર્વમાંથી પોતાપણાની દૃષ્ટિ હટાવી લે છે. સંયોગોને હવે તે તુચ્છ સમજે છે અને તે સંયોગોથી પોતે ભિન્ન છે, સાચી શાંતિ પોતાના અંતરમાં જ છે - પોતાના આત્મામાં જ છે એમ તેને ભાસે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ દ્રવ્યકર્મોને હવે તે પોતાનાં માનતો નથી. હવે તેનું લક્ષ ત્યાંથી ખસીને ચેતનમૂર્તિ આત્મામાં જ ઠરે છે. ‘દ્રવ્યકર્મ તો જડ છે, તે મારાં કેમ હોઈ શકે? હું તો ચેતન છું' - એવો તેને નિર્ણય થાય છે. છેવટે ભાવકર્મ એટલે કે શુભાશુભ ભાવો, જેને અત્યાર સુધી અજ્ઞાનથી પોતાના માન્યા હતા તે પણ હવે તેને ચૈતન્યથી જુદા સમજાય છે અને વિકારરહિત એવા આત્મતત્ત્વને પકડવાની તેને ધૂન લાગે છે. જ્ઞાયકસ્વભાવી આત્માને લક્ષમાં લઈ તેનો અનુભવ કરવાનો તે પુરુષાર્થ કરે છે. હું તો શુદ્ધ ચૈતન્યઘન છું, સ્વપરપ્રકાશક છું' - એવા ભાવ અને એવી સમજ સાથે તે અંદર ને અંદર ઊતરતો જાય છે અને આત્માના જ વિચારોમાં તે લીન રહે છે. આ રીતે જેમ જેમ તે ઊંડો ઊતરતો જાય છે, તેમ તેમ તેને સાચા આનંદની ઝાંખી થતી જાય છે. અનાદિથી દેહાદિમાંથી અને રાગાદિમાંથી મળેલ “સુખના વિશ્વાસમાં તિરાડ પડે છે. અંતર પરિણમનના સૂક્ષ્મ અવલોકનથી તેને સમજાય છે કે એ “સુખ' કલ્પિત હતું. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં બમણાથી તેને તેમાં સુખ લાગતું હતું. હવે અંતરંગ નિર્મળતા તથા અવલોકન ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૭૯
'आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org